અશ્લીલ વીડિયો વાયરલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કર્યો લૂલો બચાવ

223

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ડી.વી. સદાનંદ ગૌડાનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો છે ત્યાર બાદ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડાએ ખોટી રીતે છેડછાડ કરીને અશ્લીલ વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ કરી છે.

રવિવારે, ગૌડાએ કહ્યું કે વિરોધીઓ દ્વારા તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી મોર્ફ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.ગૌડાએ કહ્યું કે તેમણે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરી છે.આ વીડિયો માટે પોતાના હરીફોને જવાબદાર ઠેરવતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, ‘મારો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હું જણાવવા માંગુ છું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ હું નથી, તે મારા વિરોધીઓ દ્વારા મારી સ્વચ્છ ઇમેજને ખરાબ કરવા માટે સ્વાર્થના હેતુથી બનાવવામાં આવ્યો છે.આ પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવી છે મને ખાતરી છે કે ગુનેગાર જલ્દી પકડાશે. ‘

આ વીડિયો ફોરવર્ડ ન કરશો

ઉત્તરી બેંગલુરૂના લોકસભા સભ્ય ગૌડાએ એ લોકોને ચેતવણી આપી છે કે જે પણ આ વીડિયોને આગળ વધારશે કે ડાઉનલોડ કરશે તેમની સામે કાર્યવાહી થશે.તેઓએ જણાવ્યુ કે કોર્ટ તરફથી આ ક્લિપને અટકાવી દેવાના આદેશ કરવામાં આવ્યા છે.આથી આ મામલે જે પણ વીડિયો જોશે કે શેર કરશે તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.ગૌડાએ સોશિયલ મીડિયા પર આવા અશ્લીલ વીડિયો અપલોડ કરનારને સામે લાવવા લોકો પાસે મદદ માગી હતી અને કહ્યુ હતુ કે આવા લોકોને વહેલી તકે અટકાવવા જોઇએ.

Share Now