વડોદરા દુષ્કર્મ કેસમાં રહસ્ય ઘેરાયું: ‘હું રાજુને આળખતો નથી’ ની અશોકની વાતનો છેદ ઉડાડતી પીડિતા

253

– રાજુને આળખતો નથી ની અશોકવી વાતનો છેદ ઉડાડતી પીડિતા
– અશોક જૈન અને રાજુ ભટ્ટ એક જ ટોળીના ચટ્ટાબટ્ટા
– પીડીતાનો દાવો અશોક જૈને જ મારી ઓળખાણ રાજુ સાથે કરાવી હતી

વડોદરા દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને પોતે સહ આરોપી રાજુ ભટ્ટને ઓળખતો જ નથી, તેવી જાહેરાત કરી છે,પરંતુ યુવતીએ પોલીસ સમક્ષ એવી હકિકત જણાવી છે કે, અશોકે જ મારી ઓળખાણ રાજુ ભટ્ટ સાથે કરાવી હતી.બંને એકબીજાને ઓળખતા નથી, તે વાતમાં કોઈ દમ નથી.

ગોત્રી દુષ્કર્મ કેસની ઘટનામાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપોના મારા વચ્ચે રહસ્ય દિવસેને દિવસે વધુ ઘેરૂ બની રહ્યું છે.વીડિયો કોણે બનાવ્યો અને ફોટા કોણે કોને મોકલ્યા છે? તે ચિત્ર હજૂ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું નથી. કારણ કે, બંને મુખ્ય આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ નાસતા ફરે છે.દુષ્કર્મની ઘટના બહાર આવ્યા બાદ અશોક જૈન પોતાના વકિલ મારફતે પોલીસ કમી.ને એવી એવી અરજી અપાઈ હતી કે, હું રાજુ ભટ્ટને ઓળખતો જ નથી, અમે ક્યારેય મળ્યાં નથી.તેમજ એકબીજાની સાથે ફોન પર ક્યારેય વાત પણ કરી નથી.જોકે, પિડીતાએ આ વાત જુઠ્ઠી હોવાનું કહી રહી છે.બંને એકબીજાને સારી રીતે ઓળખે છે અને અશોક જૈનએ જ મારો પરિચય રાજુ ભટ્ટ સાથે કરાવ્યો હતો, તેવું પણ જણાવી રહી છે.જોકે, સત્ય શું છે? તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.

અશોક અને રાજુ વિદેશ ભાગી ગયાની ચર્ચા, અમદાવાદ એરપોર્ટ પર તપાસ

નિઝામપુરાની મિલન સોસાયટીમાં રહેતાં હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ અને અશોક જૈન (રહે, દિવાળીપુરા) વિરુદ્વ દુષ્કર્મનો ગુનો દાખલ થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.બંને આરોપી વિદેશ ભાગી ગયા હોવાની પણ ચર્ચા તેજ બની છે,ત્યારે પોલીસની એક ટીમે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે.જેથી આરોપીઓ વિદેશ ભાગી ગયા હોત તો જાણી શકાય.

દુષ્કર્મ કેસમાં ફોરેન્સિક ઢબે જ તપાસ કરીશુ : જેસીપી

શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતીઅસલમ બોડિયાની ગેંગ વિરુદ્વ ક્રાઈમ બ્રાંચમાં પ્રથમ ગુજસીટૉકનો ગુનો નોંધાયો હતો.તે વખતે પોલીસ કમિશનર ડૉ. શમશેરસીંઘે એડીશનલ સીપી ચિરાગ કોરડિયાના સુપરવિઝન હેઠળ એસીપી ક્રાઈમ ડી.એસ.ચૌહાણને તપાસ સોંપી હતી.આ આખી તપાસ ફોરેન્સિક ઢબે થઈ હતી.જેમાં નામચીન ગુનેગારો આજે પણ જેલમાં કેદ છે, ત્યારે અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ કેસમાં ફોરન્સિક ઢબે જ તમામ પાસાઓની તપાસ કરી રહ્યાં છે.

ભાગેડુ રાજુ ભટ્ટ અને અશોક જૈનની દેશભરના એરપોર્ટેને જાણ કરાઈ

આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનનો હાલ કોઈ જ અત્તોપત્તો નથી.બંને વિદેશ નાસી ગયા છે કે ભારતમાં જ કોઈ જગ્યાએ છુપાયા છે? તે હજૂ સ્પષ્ટ નથી.ક્રાઈમ બ્રાંચ આરોપીઓને પકડવા તેમના આશ્રાય સ્થાનો પર તપાસ કરી રહી છે.જોકે, હજૂ સુધી તેમના કોઈ સગડ મળ્યા નથી.જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી રાજુ અને અશોક વિરુદ્વ એલઓસી (લૂક આઉટ સરક્યુલર) કાઢી દેશભરના તમામ એરપોર્ટેને જાણ કરી છે.

Share Now