મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન જારી કરીણે તેમણે 28 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યા હતા.
અનિલ પરબને બીજું સમન
એજન્સી દ્વારા અનિલ પરબને આ બીજું સમન પાઠવવામા આવ્યું છે.આ અગાઉ શિવસેનાના નેતાને 31 ઓગસ્ટે બોલાવવામાં આવ્યા હતા.પણ તેમણે લોક સેવક અને મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીના સ્વરૂપે કેટલીક જવાબદારીઓનું કારણ ધરીને થોડો સમય માંગ્યો હતો.
સચિન વાજેનું નિવેદન બાદ ઇડીના નિશાને
મની લોન્ડરિંગ કેસમાં તેઓ ઇડીના નિશાન પર હતા ખાસ કરીને પોલીસ નિરીક્ષક સચિન વાજેના નિવેદન બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગમાં પોસ્ટિંગ મામલે અનિલ પરબ્ ઇડીના ધ્યાને ચડી ગયા હતા.સચિન વાજેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અનિલ પરબ અને અનિલ દેશમુખ બંને 10 પોલીસ ડિએસપીના બદલી માટે 20 કરોડ રૂપિયા લઈ ચૂક્યા હતા. જેમના સ્થાનાંતરણનો આદેશ પરમબીર સિંઘે આપ્યો હતો.
100 કરોડની વસૂલાતને લગતા અનેક આરોપો
અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ચાર્જશીટમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના કથિત કૌભાંડોનો પર્દાફાશ થયો હતો.બાર અને પબમાંથી વસૂલાત ઉપરાંત દેશમુખે ડીસીપીના ટ્રાન્સફરમાં પણ મોટી રકમ ભેગી કરી હતી. બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ ED ને જણાવ્યું હતું કે દેશમુખે 15 વર્ષ પછી તેને પોલીસ સેવામાં બહાલી માટે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.દેશમુખ ઉપરાંત વાજે પરિવહન મંત્રી અનિલ પરબ પર પણ અનેક સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે.
ઇડીની ચાર્જશીટ મુજબ, સચિન વાજેએ જણાવ્યું હતું કે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહે જુલાઈ 2020 માં મુંબઈના 10 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની બદલી કરી હતી.પરમબીરના આ આદેશથી દેશમુખ ખુશ ન હતા.અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા અનિલ પરબે મુંબઈના દસ નાયબ પોલીસ કમિશનરો પાસેથી રૂ .40 કરોડની લાંચ લીધી હતી. ED એ દેશમુખ સામે 100 કરોડની વસૂલાતને લગતા અનેક આરોપો લગાવ્યા છે.