મુંબઇ : શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂળ અને તેમના પુત્રને બેંકના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપને પગલે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા.કાંદિવલીમાં અડસૂળના ઘરે આજે સવારે ઇડીની ટીમે છાપો માર્યો હતો. બાદમાં અડસૂળની તબીયત બગડી ગઇ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
માજી સાંસદ આનંદરાવ અડસૂળને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ હોવાનું કહેવાય છે.સિટી કો-ઓપરેટીવ બેંકમાં ૯૮૦ કરોડ રૂપિયાના કૌભાંડનો વિધાનસભ્ય રવિ રાણાએ આરોપી કર્યો હતો.બાદમાં ઇડીએ આનંદરાવ અને તેમના પુત્ર અભિજીત અડસૂળને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ મોકલ્યા હતા.બીજી તરફ આજે સવારે ઇડીના અધિકારી કાંદિવલી અડસૂળની ઘરે કાર્યવાહી માટે ગઇ હતી.તે સમયે આનંદરાવની તબીયત અચાનક બગડી ગઇ હતી.તેમને ગોરેગામની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
સિટી કો-ઓપરેટીવ બેંકમાં કામગાર, પેન્શન ધારક, અન્ય વ્યક્તિ સહિત અંદાજે નવ હજાર જણના ખાતા હતા.બેંકમાં ખાતા ધરાવતા લોકોના પૈસા ગેરકાયદે બિલ્ડરને આપવામાં આવ્યા હોવાનો આરોપ છે.આ માટે અડસૂળે ૨૦ ટકા કમિશન લીધું હોવાનું કહેવાય છે.જેની લીધે બેંક ડૂબી ગઇ હતી.બેંકમાં ૯૮૦ કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો આરોપ કરાતા તપાસ હાથધરવામાં આવી હતી.