પીરામલ એન્ટરપ્રાઈઝે DHFLને 38,050 કરોડ રૂપિયામાં ખરીદ્યું

238

– DHFLના 94 ટકા દેણદારોએ પીરામલની સમાધાન યોજનાના સમર્થનમાં મત આપ્યો

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર : પીરામલ એન્ટરપ્રાઈઝે સંકટગ્રસ્ત કંપની દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL)ને 38,050 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. પીરામલે તેને આઈબીસીના રસ્તે થનારૂં નાણાકીય ક્ષેત્રનું સફળ સમાધાન ગણાવ્યું છે. ડીલ પ્રમાણે પીરામલ આ માટે 34,250 કરોડ રૂપિયાની ચુકવણી કેશ અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચરના કોમ્બિનેશન તરીકે કરશે.ત્યાર બાદ બાકીની ચુકવણી તે દેવું ચુકવવામાં કરશે.

ઉલ્લેખનીય છે કે, DHFLના 94 ટકા દેણદારોએ પીરામલની સમાધાન યોજનાના સમર્થનમાં મત આપ્યો હતો.આ માટે પીરામલે RBI, CCI અને NCLTની પણ મંજૂરી મેળવી છે.કંપનીએ જણાવ્યું કે, DHFLના આશરે 70,000 દેણદારો છે જેમાંથી આશરે 46 ટકાને આ સમાધાન યોજના દ્વારા તેમની બાકી નીકળતી રકમ મળી જશે.

આ ડીલ બાદ પીરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઈનાન્સ (PCHFL) અને DHFLનો વિલય કરી દેવામાં આવશે.તેમાં 100 ટકા ભાગ પીરામલ એન્ટરપ્રાઈઝનો હશે.વિલય બાદ તે દેશની પ્રમુખ હાઉસિંગ ફાઈનાન્સ કંપની બની જશે.નવી કંપની સસ્તા મકાનોને લોન આપવા પર ભાર મુકશે અને તેના પાસે આશરે 10 લાખ ગ્રાહકો હશે. ઉલ્લેખનીય છે કે, PCHFL હાલ દેશના 24 રાજ્યોમાં કારોબાર કરે છે.તેની 301 બ્રાંચ છે જેમાં આશરે 2,338 કર્મચારીઓ કામ કરે છે.

Share Now