• Amazonએ લોન્ચ કર્યો રોબોટ Amazon Astro
• 2 ફૂટનો આ રોબોટ કરશે તમારા ઘણા કામ, વજન હશે 10 કિલો
• Amazon Astroની સાથે સાથે Amazonએ લોન્ચ કરી બીજી ઘણી પ્રોડક્ટ્સ
Amazon તાજેતરમાં તેની ફૉલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં Amazonએ ઘણા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા કે જેણે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. Amazonએ આ ઇવેન્ટમાં હોમ રોબોટ નવો ઇકો શો અને નવા સ્માર્ટ થર્મોસ્ટેટ સહીત ઘણાં રસપ્રદ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. આ બધામાંથી સૌથી વધુ ચર્ચા Amazon Astroની થઇ રહી છે, જે એક હોમ રોબોટ છે.
Amazonએ લોન્ચ કર્યો રોબોટ
આ હોમ રોબોટ એમેઝોનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આસિસ્ટન્ટ, એલેક્સા પર કામ કરે છે.એલેક્સાની મદદથી,આ રોબોટ લોકો સાથે વાતચીત કરી શકશે,તેની મોટી સ્ક્રીન પર ઈમોશન્સ આરામથી ડિસ્પ્લે થઇ શકશે અને તેનું કેમેરા સાથે આવતું કમ્પ્યુટર વિઝન પર કામ કરતુ વિઝ્યુઅલ આઈડી ફીચર લોકોને ઓળખવામાં મદદ કરશે.સાથે જ આ રોબોટ ક્લાઉડસને ઇન્ફોર્મેશન ઓન નહીં મોકલે.
Amazon Astro રોબોટ ફાયર ઓએસ પર કામ કરે છે જે એમેઝોનનું એન્ડ્રોઇડનું પોતાનું વેરિએન્ટ છે અને ગૂગલ મોબાઇલ સર્વિસ વગર કામ કરે છે.આ રોબોટમાં પાંચ અલગ અલગ મોટર્સ છે,જેમાંથી બે રોબોટના પૈડા ચલાવે છે, એક રોબોટના પેરિસ્કોપ કેમેરાને ઉપર અને નીચે કરે છે અને અન્ય બે મોટરો રોબોટના ચહેરાને ઝુકાવવા અને તેને ફેરવવામાં મદદ કરે છે.
10 કિલોનો Amazon Astro રોબોટ 2 ફૂટ લાંબો છે. તે આખા ઘરમાં જાતે જ ભ્રમણ કરી શકે એવી સિસ્ટમથી સજ્જ છે.તેના સેન્સર અને અદ્યતન સોફ્ટવેર સાથે, એમેઝોન એસ્ટ્રો ઘરમાં ડાયનેમિક બદલાવોને જાણી લે છે.તેના એક્ટિવ અને પેસિવ બ્રેક્સની મદદથી,જો રસ્તા પર કે ઘરમાં કોઈ બાળક કે પ્રાણી તેની સામે તો તે અટકી જશે.
તમે Amazon Astroની સ્ક્રીન પર તમારી પસંદનું ગીત કે ફિલ્મ લગાવીને રાખી શકો છો, એ તમારી પાછળ પાછળ ચાલતો રહેશે.એલેક્સા પર કામ કરતા બધા જ ડિવાઇસ તમે આ રોબોટથી ચલાવી શકો છો.તમે તેના પર તમારા ફોન કોલ્સ પણ લઇ શકો છો અને વાત કરી શકો છો.
Amazon Astroની સાથે, Amazonએ ઘણી બીજી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. 15.6-ઇંચ ફુલ એચડી રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે એમેઝોન ઇકો 15, બાળકો માટે એમેઝોન ઇકો ફ્લો, સ્માર્ટ થર્મોસ્ટેટ અને ફિટનેસ ટ્રેકર જેવા ઘણા પ્રોડક્ટ્સ એમેઝોનએ તેની ફૉલ ઇવેન્ટમાં લોન્ચ કરી છે. Amazon Astro રોબોટ અત્યારે માત્ર અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની કિંમત $1499.99 (લગભગ 1,11,314 રૂપિયા) છે.