ઇસ્લામિક પ્રોફેટ મોહમ્મદ પયગંબરનું ‘વિવાદિત’ કાર્ટૂન બનાવનાર લાર્સ વિક્સનું રોડ એક્સિડન્ટમાં મોત

239

પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.રિપોર્ટ મુજબ પોલીસની ઔરક્ષામાં યાત્રા કરી રહેલા વિલ્ક્સની કાર રસ્તાની બીજી તરફ પલટી ગઈ હતી.આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી.આ અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર આગમાં બળીને ભડથું થઈ ગયો હતો,પરંતુ પોલીસ આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે. આ અકસ્માત રવિવારે થયો હતો.

પયગંબર મોહમ્મદ પર વર્ષ 2007માં વિવાદિત કાર્ટૂન બનાવ્યા બાદ 75 વર્ષીય લાર્સ વિલ્ક્સને સતત જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી.સપ્ટેમ્બર 2007માં અલકાયદાએ તેમનું માથું લાવનારને 1 લાખ ડોલર ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. વર્ષ 2013ના જિહાદ જેન નામની મહિલાને 10 વર્ષની સજા સંભાળવવામાં આવી હતી.તે વિલ્ક્સને મારવાનું કાવતરું ઘડી રહી હતી.

સુરક્ષામા તહેનાત સુરક્ષાકર્મીઓનું પણ મોત

વિલ્ક્સને સતત મળી રહેલી ધમકી બાદ તેમની સુરક્ષા માટે 2 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં તેમનું પણ મોત થયું હતું.સ્વીડનની સ્પેશિયલ પોલીસ ટીમ આ અકસ્માત મામલે તપાસ કરી રહી છે.પોલીસ તે બાબતની પણ તપાસ કરી રહી છે કે ક્યાંક આ ઘટનાને જાણીજોઈને તો અંજામ નથી આપવામાં આવ્યો.

લાર્સ વિક્સના કાર્ટૂન વિવાદાસ્પદ હતા કારણ કે તમામ સંપ્રદાયોના મોટાભાગના મુસ્લિમો પવિત્ર પ્રોફેટનાં કોઈપણ ચિત્રને અપમાનજનક માને છે.લાર્સની હત્યા માટે કેટલાક જૂથો ધમકીઓ પણ આપવામાં આવી હતી. આના કારણે લાર્સ માટે કડક પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેમના ઘરે પણ આગજની કરવામાં આવી હતી.રોઇટર્સ અનુસાર, 2015 માં, બ્રિટિશ લેખક સલમાન રશ્દી સામે ઇરાની ફતવાની 25 મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી બેઠકમાં ડેનમાર્કના કોપનહેગનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી,જેમાં લાર્સ વિક્સે હાજરી આપી હતી.

Share Now