મુંબઈ તટ પર ક્રૂઝ શિપમાંથી ડ્ગ પકડાયા બાદ ફરીથી NCBના સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા છે. NCB પર બોલિવૂડને ટારગેટ કરવાના આરોપ લાગ્યા છે ત્યારે તેઓએ ખાસ નિવેદન આપ્યું છે.જેમાં કહ્યું છે કે શનિવારે પાડવામાં આવેલી રેડમાં આર્યન ખાનની પાસે ડ્રગ્સ મળ્યું નથી.એવામાં અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચા પાસે 11 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું.
વિદેશીઓ પણ સામેલ છે ડ્રગ્સ કારોબારમાં
ડ્રગ્સના વિરોધમાં NCBની કાર્યવાહીનો ચહેરો ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે છે અને સાથે આ આરોપીઓને નકારીને એજન્સી ખાસ કરીને બોલિવૂડને ટારગેટ કરી રહી છે.તેઓએ કહ્યું કે અમારો હેત ડ્રગ્સના સંગઠિત નેટવર્કને તોડવાનો છે.અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. મુંબઈમાં અમે 12 સિડિંકેટને ધ્વસ્ત કર્યા છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ મેળવ્યું છે.આ ધંધામાં 34 વિદેશીઓ પણ સામેલ છે.અમારો હેતુ બોલિવૂડને ટારગેટ કરવાનો નથી પણ જે કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તેને માફ કરાશે નહીં. NCBને માટે કામ કરવું એ રાષ્ટ્રસેવા છે અને તેનું રાષ્ટ્રિય મહત્વ છે.
સમીર વાનખેડેની અધ્યક્ષતામાં મળ્યું આટલું
22 મહિનામાં 100 કિલોથી વધારેનું ડ્રગ્સ, 30 કિલો ગ્રામ ચરસ, 12 કિલો હેરોઈન, 2 કિલો કોકેઈન, 350 કિલો ગાંજો, 60 કિલો ફેડ્રિન અને 25 કિલો એમડી જપ્ત કરાઈ છે.મુંબઈ અને ગોવા જેવી જગ્યાઓએથી વધારે ડ્રગ્સ મળ્યું છે.અમારી લડાઈ બોલિવૂડને ટારગેટ કરવાનો નહીં પણ ડ્રગ્સ સિંડિકેટને ધ્વસ્ત કરવાનો છે.અનેક વિદેશી કોર્ટેલ બન્યા છે અને આ લોકો ખતરનાક છે.અમારું નેટવર્ક એક્ટિવ છે અને જાણકારી મળતાં જ કોઈ પણ નેટવર્કને ધ્વસ્ત કરીશું.