વડોદરાના પાદરા તાલુકાના ગોરીયાદ ગામ પાસે વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.દારૂની મહેફિલ માણતા તાલુકાના નબીરાઓને ઝડપી પાડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 10 નબીરાની અટકાયત કરી
પાદરા પોલીસને પાદરાના ગોરીયાદ નજીક ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા દરોડો હતો.પોલીસે દારૂના મુદ્દામાલ સાથે 10 નબીરાની અટકાયત કરી હતી અને પાદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.નબીરાઓ સાથે વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી અને તેમના ભાઈનો સમાવેશ થાય છે.
પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી તપાસ શરૂ
પાદરા પોલીસે દારૂની મહેફિલ માણતા કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય રાવજી સોલંકી,મયુરસિંહ નટવરવરસિંહ પરમાર,મહેન્દ્ર બાબુ સોલંકી,વિજય બાબુ લુહાર,જય સુધીર પટેલ,મીત વિષ્ણુ પ્રજાપતિ,આરીફ અનવર વ્હોરા,હાર્દિક જયંતીભાઈ ગોહિલ,પ્રવીણ કિશોરસિંહ ગોહિલ અને વિજય રાવજીભાઈ સોલંકીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોઇ મુદ્દામાલ ન પકડાતા પોલીસની કામગીરી સામે સવાલો
અત્રે નોંધીનીય છે કે, પોલીસ જ્યાં જ્યાં દરોડા પાડે છે,ત્યાંથી દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ જેવા કે મોબાઈલ,બાઈક,કાર અને રોકડ જેવા મુદ્દામાલને કબ્જો લઇ તેને જપ્ત કરેલ મુદ્દામાલ તર્રીકે દર્શાવતી હોય છે.પણ આ કેસમાં પોલીસે કોઈપણ મુદ્દામાલ બતાવ્યો ન હોવાથી પોલીસની કાર્યવાહી ક્યાંક કાચી રહી હોય અને બંધ બારણે ગોઠવણ થઇ ગઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જેના કારણે પોલીસની કાર્યવહી ઉપર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.