ઈરાનના ડ્રગ માફિયાની તસવીર આવી સામે, જાણો આખી દુનિયામાં સપ્લાય કરનાર આ શખ્સ કોણ છે

234

પોરબંદરમાંથી પકડાયેલ 150 કરોડના ડ્રગ મામલે ખુલાસો સામે આવ્યો છે અને જેમાં ઈરાનના ડ્રગ માફિયા ઇમામ બક્ષનો ફોટો સામે આવ્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે ઈમામ બક્ષ પાકિસ્તાનના ગુલામ સાથે મળી દુનિયામાં ડ્રગ સપ્લાય કરતો હતો.ઇરાનીઓની તપાસમાં સામે આવ્યું છે કે 3 ટનથી વધુ ડ્રગ આફ્રિકા મોકલી ચૂક્યા છે અને એ સિવાય અન્ય એક બાર ડ્રગ મોકલી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.તેમના સેટેલાઈટ ફોનમાં દુબઈ,તુરાયા અને ઈરાનના કોલ માહિતી મળી આવી છે.

ગુજરાત ATS દ્વારા પોરબંદરના દરિયા માં થી 7 ઈરાનીઓ અને 30 કિલો હેરોઇન મામલે વધુ ખુલાસો સામે આવ્યા છે.તપાસ માં સામે આવ્યું છે કે ઈરાન અને પાકિસ્તાન ના ડ્રગ માફિયા દ્વારા પંજાબમાં ડ્રગ મોકલવાના હતા.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ઈરાનના 2 ડ્રગ માફિયા ઇમામ બક્ષ અને ખાનસાબ સાથે મળી પાકિસ્તાનના ડ્રગ માફિયા ગુલામ ભેગા મળીને ડ્રગનું સપ્લાય ઇમામ બક્ષના માલિકીની બોટ જુમ્મા મારફતે પેહલા શ્રીલંકા મોકલવાના હતા પરંતુ ત્યારબાદ ઈમામ બક્ષ દ્વારા સૂચના આપવા માં આવી કે ડ્રગને પંજાબ મોકલવાનું છે અને જે માટે ગુજરાત અથવા મહારાષ્ટ્ર દરિયા કાંઠે ઉતારવાની વ્યવસ્થા કરવા માં આવી રહી છે.

મહત્વ ની વાત તો એ છે કે છેલ્લા વર્ષ 2018 થી 2021 સુધી માં ATS દ્વારા દરિયા મારફતે 700 કિલો ડ્રગ જેની કિંમત 3500 કરોડ ગણી શકાય તેટલું પકડી પાડવા માં આવેલ છે અને જેનાથી ખયાલ આવે છે કે ગુજરાતના દરિયા માર્ગનો ઉપયોગ થઈ રહ્યો છે.બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે જે જુમ્મા બોટ પકડાઈ છે તે આ પેહલા મસ્કટ,યમન,ટાનઝાનીયા સહિત અનેક દેશોમાં મોકલી ચુક્યા છે.

નોંધનીય છે કે ATS ની સાથો સાથ મુદ્રા પોર્ટ માંથી DRI એ હેરોઇનનો મોટો જથ્થો પકડી પાડેલ છે અને જેમાં આંકડો 10 હજાર કરોડથી વધુ જવાની શક્યતા છે.અને જે મામલે આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે અને વધુ કન્ટેનર આવે તેવી શકયતા છે.હાલ ગુજરાતમાં પકડાયેલ આ શખ્સો અંગે એટીએસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે.

Share Now