રાજ્યના IPS અધિકારીઓની સામૂહિક બદલી પહેલાં ૩૪ ઓફિસરોને પ્રમોશન આપવામાં આવે તેવી સંભાવના

555

– ડીઆઇજીથી આઇજી,એસપીથી ડીઆઇજી અને એએસપીથી એસપી અને ડીવાયએસપીથી એસપી કેડરનો સમાવેશ કરાયો છે

ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી છે.પૂર્વ સરકારમાં નિયુકત થયેલા અને જે પોલીસ અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હશે તેમને બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જો કે પોલીસની સામૂહિક બદલી પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે તેવી સંભાવના છે.પોલીસમાં બઢતી આપવાનો જે નિર્ણય ગૃહ વિભાગે કર્યેા છે તે પ્રમાણે નવરાત્રિ અથવા તો ત્યારબાદ આ પ્રમોશન આપવામાં આવશે.ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડીંગ રહેલા પ્રમોશનમાં ડીઆઇડી થી આઇજીના ચાર ઓફિસરો,એસપી થી ડીઆઇજીના છ,એએસપી થી એસપીના છ અને ડીવાયએસપી થી એસપીના ૧૮ ઓફિસરોનો સમાવેશ થાય છે.

રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે પોલીસની વિવિધ કેડરમાં પણ બઢતીની સંભાવના છે.ડીવાયએસપી કક્ષાના આમ તો ૨૫ જેટલા ઓફિસરો છે કે જેમને એસપી બનાવવામાં આવે,પરંતુ કેટલાક સામે ખાતાકીય તપાસ અને કેસ ચાલતા હોવાથી સાત ઓફિસરો પ્રમોશનથી વંચિત રહી જાય તેવું ચર્ચાઇ રહ્યું છે.પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડા,મહાનગરોના પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની મહત્વની જગ્યાઓ પર મોટાપાયે ફેરબદલ સંભવ છે.સચિવાલયમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે પહેલાં પોલીસ વિભાગમાં પ્રમોશન પછી ગૃહ વિભાગ તેમજ સચિવાલયના વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રમાં બદલીઓ થશે.ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સિનિયર આઇએએસ ઓફિસરોની ફેરબદલમાં શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ-નિગમના મેનેજીગં ડિરેકટરોનો પણ સમાવેશ થવાની સંભાવના છે.

Share Now