જેરૂસલેમ ખાતેથી મળ્યું 2,700 વર્ષ જૂનું શૌચાલય, લક્ઝરી જોઈને ઉડ્યા પુરાતત્વવિદોના હોંશ

187

– અધિકારીઓના કહેવા પ્રમાણે સેપ્ટિક ટેન્કમાંથી મળી આવેલા જાનવરોના હાડકાં અને માટીના વાસણો તે સમયના લોકોની જીવનશૈલી અને આહારની સાથે સાથે પ્રાચીન બીમારીઓ પર પ્રકાશ નાખી શકે છે

નવી દિલ્હી, તા. 07 : ઈઝરાયલના પુરાતત્વવિદોને જેરૂસલેમ ખાતેથી દુર્લભ પ્રાચીન શૌચાલય મળી આવ્યું છે.પુરાતત્વ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે તેમને 2,700 વર્ષથી પણ વધારે પ્રાચીન દુર્લભ શૌચાલય મળી આવ્યા છે જે તે સમયના અંગત સ્નાનઘરની લક્ઝરી દર્શાવે છે.

ઈઝરાયલી પુરાવશેષ ઓથોરિટીના કહેવા પ્રમાણે એક આયતાકાર કેબિનમાંથી ચીકણા,નકશીકામવાળા ચૂનાના પથ્થરનું શૌચાલય મળી આવ્યું હતું.તે એક વિશાળ હવેલીનો હિસ્સો હતું જે હવે એક જૂનું શહેર છે.તેને આરામથી બેસી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવેલું અને તેના નીચે એક ઉંડી સેપ્ટિક ટેન્ક ખોદવામાં આવી હતી.

ખોદકામ માટેના ડિરેક્ટર યાકોવ બિલિગના કહેવા પ્રમાણે પ્રાચીન સમયમાં એક અંગત શૌચાલય કક્ષ ખૂબ દુર્લભ હતું અને માત્ર થોડાં જ મળી આવ્યા હતા.માત્ર અમીરો જ શૌચાલયનો ખર્ચો ઉઠાવી શકતા હતા.એક પ્રસિદ્ધ રબ્બીએ એક વખત એવું સૂચન આપ્યું હતું કે, અમીર હોવાની નિશાની તેના ટેબલની બાજુમાં શૌચાલય હોય તે છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે સેપ્ટિક ટેન્કમાંથી મળી આવેલા જાનવરોના હાડકાં અને માટીના વાસણો તે સમયના લોકોની જીવનશૈલી અને આહારની સાથે સાથે પ્રાચીન બીમારીઓ પર પ્રકાશ નાખી શકે છે.પુરાતત્વવિદોને સ્તંભો પણ મળી આવ્યા હતા જે બાગ અને જળીય છોડની સાથે નજીકના બગીચાના પુરાવા હતા.તેનાથી ત્યાં રહેતા લોકો ખૂબ જ અમીર હોવાનું જાણવા મળે છે.

Share Now