વડોદરાના ચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની ધરપકડ કરવામાં આવી હતી.તેની ધરપકડ બાદમાં તેના વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ (શારીરક ક્ષમતા ટેસ્ટ) કરવામાં આવ્યો હતો.જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.આપને જણાવી દઈએ કે વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં હવે તેને ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવશે.ઉલ્લેખનીય છે કે DNA માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા છે.તેમના હજુ વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.
અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે.જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.
અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો.વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.જેની બાદ પોલીસ તેની સતત શોધી રહી હતી.જેની બાદ પોલીસે અનેક ટીમો બનાવીને શોધખોળ આરંભી હતી.
વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે.જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે આજે પાલીતાણાથી ગોત્રી રેપ કેસના આરોપી અશોક જૈનની ધરપકડ કરી હતી.તેને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યો હતો.વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીને હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં દબોચી લીધો હતો.