અજીત પવારના પુત્ર અને પરિવારજનો પર બીજા દિવસે પણ ITના દરોડા

228

– રેડ પૂરી થયા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનની ભૂમિકા પર બધાની મીટ
– પવારના સમર્થનમાં પુણેમાં એન.સી.પી.ના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા

મુંબઇ : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર સાથે સંકળાયેલી કંપનીઓ તેમજ તેમના પુત્ર તથા બહેનો પર ગુરૂવારથી આવક વેરા વિભાગે પાડેલી રેડ આજે પણ બીજા દિવસે ચાલુ રહી હતી.આ આઇ.ટી.ની (ઇન્કમટેક્સ) રેડમાં ઓફિસોમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો હાથમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ આઇ.ટી. વિભાગ ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાથી અજીત પવારના પરિવારજનોમાં આક્રોશ દેખાય છે.અજીત પવાર પર આઇ.ટી. વિભાગની રેડને પગલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ- પ્રત્યારોપ મૂકાઇ રહ્યા છે.આથી મહારાષ્ટ્રમાં રાજકારણ તંગદીલી વ્યાપી છે.એક ભૂતપૂર્વ મંત્રીએ અજીત પવાર ઉપર બળાપો ઠાલવ્યો હતો. જો કે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ સમગ્ર મામલે ચૂપકીદી સેવી રહ્યા છે.

અજીત પવાર સાથે સંકળાયેલી કંપનીઓમાં જરંડેશ્વર સાકર કારખાનુ, દૌંડ સુગર,આંબલિક સુગર,પુષ્પદનતેશ્વર સુગર અને નંદુરબાર ખાનગી સાકર એમ પાંચ સાકર કારખાના તેમજ તેમની ત્રણ બહેનોના ઘરે તેમજ તેમની મુક્તા પબ્લિકેશન હાઉસ તથા પાર્થ પવારની મુંબઇમાં નરિમાન પોઇન્ટ સ્થિત અનંતે મેકર્સ પ્રા.લી. કંપની પર આજે બીજા દિવસે પણ રેડનો સિલસિલો ચાલુ હતો.આ સિવાય અજીત પવારના સમર્થનમાં એન.સી.બી.ના કાર્યકર્તાઓએ પૂણેમાં અને પિંપરી ચિંચવડમાં ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી બદલ કેન્દ્ર અને ભાજપના નિષેધ કરીને રસ્તા પર ઉતર્યા હતા.અને કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રગટ કર્યો હતો. એન.સી.પી.ના કાર્યકર્તા અજીત પવારના સમર્થનમાં જોરદાર ઘોષણા સુદ્ધા કરતા હતા.અજીત પવાર ઉપર રાજકીય દ્વેષ રાખીને કરવામાં આવી રહ્યું છે. અત્યારે દ્વેષનું રાજકારણ થઇ રહ્યું છે, એમ કાર્યકર્તાઓ કહી રહ્યા હતા.

આ સિવાય કાર્યકર્તા ફલક હાથમાં લીધા હતા.જેમાં અમારી તાકત,અમારો અભિમાન,અજીત પવાર,અમારી શાન અજીત પવાર એવો ઉલ્લેખ હતો.હવે જોવાનું રહ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગની રેડ બાદ એન.સી.પી. નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર શું ભૂમિકા લે છે.તે તરફ બધાનું ધ્યાન લાગેલું છે.

જો કે નવાઇની વાત એ છે કે મહારાષ્ટ્રમાં રાતોરાત ભાજપ અજીત પવારની મદદથી સરકાર બનાવી રહ્યા હતા.રાતોરાત મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું તેમજ વહેલી સવારે રાજભવનમાં ગવર્નર ભગતસિંહ કોશિયારીએ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજીત પવારને સોંગદ લવ્ડાવ્યા હતા.પરંતુ થોડાક કલાકો બાદ અજીત પવારે એન.સી.પી.નું સમર્થન પાછું ખેંચી લેતા મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવે તે પૂર્વે પડી ભાંગી હતી.ત્યારબાદ મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યમાં બની હતી.એન.સી.પી. અને મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ ચૂપકીદી સેવી રહ્યા છે.

Share Now