ડ્રગ્સ કાંડમાં મહેબુબાને કદાચ ખ્યાલ ન હોય કે ઝડપાયેલા આઠમાં છ હિન્દુ છે છતાં હિન્દુ સમાજે એક પણ વખત આ મુદ્દો ઉઠાવ્યો નથી,માદક દ્રવ્યોનો ઉપયોગ કે ધંધો કે રાષ્ટ્રીય અપરાધ જ છે અને તેથી જ સૌ સમાજે તેને વખોડયો,શાહરૂખને કદી મુસ્લિમ હોવાથી હીટ બનાવ્યો નથી પણ તેની અભિનય કલાને સ્વીકારી છે તો મહેબુબાએ શાહરૂખના પુત્રની વિલનગીરીને પણ તે રીતે જ લેવી જોઇએ.આર્યનએ ડ્રગ્સ નેટવર્કનો બ્રાન્ડ એમ્બેસેડર છે તે આખી રસપ્રદ કહાણી છે પણ મહેબુબાને કદાચ કોમી મુદ્દો ઉછાળીને કાશ્મીરમાં તેનું અસ્તિત્વ બચાવવું છે તે જ મહત્વનું છે.મહેબુબા એ ભુલી જાય છે કે 1947માં જયારે કાશ્મીરના મહારાજાએ ભારતમાં ભળવાની સંમતિ દર્શાવી તે સમયે પણ તેઓ એમ કહીને સુવા ગયા હતા કે ભારતીય સૈન્ય શ્રીનગરમાં ન ઉતરે તો મારા માથામાં ગોળી મારી દેજો પણ તેમને એ અવસર ન આવ્યો જે દર્શાવે છે કે કાશ્મીરની સુરક્ષા માટે ભાગલા પછી ભારતે બલિદાન આપ્યા છે અને આપતું રહેશે પરંતુ એ મહેબુબા કે અબ્દુલ્લા પરિવારની સુરક્ષા માટે નથી કરોડો કાશ્મીરીઓ માટે છે મહેબુબાને એ દવાઇવાલા ચાચાની હત્યા પણ અફસોસ ન કરી ગઇ કે કાશ્મીરી બાળકોને ભણાવનારા બે શિક્ષકોને ઠાર મરાયા ત્યારે પણ એક શબ્દ ન બોલ્યા પણ ડ્રગ્સ કાંડમાં આર્યનની યાદ તુર્ત જ આવી જે દર્શાવે છે કે માનસિકતા બદલી નથી ગઇકાલે કાશ્મીરમાં પાંચ જવાનોની શહીદીના કારણે ભારતીયનું લોહી હજુ ઉકળી રહ્યું હતું ત્યાં જ મહેબુબા મુફતીએ તેમાં પોતાના વિધાનોથી વધુ આક્રોશ જગાવ્યો.
મુંબઇથી હજારો કિલોમીટર દુર હોવા છતાં તેને ડ્રગ્સ કાંડમાં ફસાયેલા આર્યનનું દુ:ખ અનુભવ્યું પરંતુ તેનાથી થોડા કિલોમીટર દુર ભારતીય જવાનો શહીદ થયા તેનો જરાપણ અફસોસ ન થયો એ જ નહીં પરંતુ બે દિવસ પહેલા કાશ્મીરમાં દવાઇવાલા ચાચા તરીકે ઓળખાતા કેમીસ્ટ અને હિન્દુ તથા શીખ શિક્ષકોને ત્રાસવાદીઓએ ગોળીએ માર્યા તો પણ મહેબુબાએ એક ઉફ ઉચ્ચાર્યો ન હતો.પરંતુ મધદરીયે રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેનાર આર્યનને સરકાર એટલે હેરાન કરે છે તે મુસ્લિમ છે તેવો આક્ષેપ કરી દીધો આમ મહેબુબા જે કાશ્મીરીયતની વાત કરે છે તે તેની કેવી કાશ્મીરીયત છે તે ખુલ્લી પાડી દીધી છે.ખુદ કાશ્મીરની સુરક્ષા માટે અને કાશ્મીરની સુરક્ષા માટે પાંચ જવાનોએ શહીદી વહોરી તે ફકત હિન્દુ કે શીખ હતા તેથી તેના માટે કોઇ અફસોસ ન થાય અને આર્યન મુસલમાન છે
તેથી તેના માટે ટવીટ થઇ શકે તે પણ આપણા જ દેશમાં બની શકે અને ખરેખર તો કલમ 370ની નાબુદી બાદ જે રીતે મહેબુબા અને અબ્દુલ્લાઓને લાંબા સમય સુધી તેમના ઘરમાં કેદ રાખવામાં આવ્યા હતા તે કેટલી ભુલ હતી તેના બદલે તેમને તિહાર જેલમાં રાખવાની જરૂર હતી તે હવે સમજાઇ શકે છે.કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી જે કંઇ બની રહ્યું છે તે કેન્દ્રની સરકાર માટે નવો પડકાર ચોકકસ છે પરંતુ આ 70 વર્ષ જુની સમસ્યામાં નવા નવા વળાંક આવવાના છે અને તેનો મુકાબલો દેશ એક થઇને કરે તો જ શકય છે પછી તેમાં હિન્દુ કે મુસ્લિમનો કોઇ ભેદભાવ હોઇ શકે નહીં.કાશ્મીરમાં જે કંઇ જવાનો કે સામાન્ય નાગરિકો ત્રાસવાદીઓની ગોળીના કારણે શહીદ થયા છે તેમાં હિન્દુ કે મુસ્લિમનો ભેદભાવ કદી કર્યો નથી.અરે મહેબુબાની બહેનને જયારે ત્રાસવાદીઓ ઉઠાવી ગયા ત્યારે તેમની મુકિત માટે પણ દેશ એક થઇ ગયો હતો અને તે માટે ખુંખાર ત્રાસવાદીઓની મુકિતનો પણ વિરોધ કર્યો ન હતો અને મહેબુબા હવે ફકત સમગ્ર ડ્રગ્સ કાંડને એક કોમી વળાંક આપી રહ્યા છે તે પણ દુ:ખદ છે અને આક્રોશ પણ જગાવે છે. કદાચ મહેબુબાએ જાણતા નહીં હોય કે આર્યન કોઇ ભોળોભાળો બાળક નથી 23 વર્ષનો પુખ્ત ઉંમરનો નાગરિક છે અને તેના પિતા શાહરૂખ ખાન કોઇ નાસમજ નથી કે ખુદ પોતાના સંતાન માટે ડ્રગ્સ લે કે તેવી હરકતો કરે તેવું ઇચ્છતા હોય અને પછી ખરેખર તેમના સંતાન આ રીતે ડ્રગ્સ કાંડમાં આવે તેનો જરાપણ અફસોસ હોય શકે નહીં અને મહેબુબા એ પણ ભુલી જાય છે કે આર્યનની સાથે ઝડપાયેલા આઠમાંથી છ હિન્દુ છે છતાં કોઇ હિન્દુ સમાજના વ્યકિતએ તેનો વિરોધ કર્યો નથી કે હિન્દુને ટાર્ગેટ બનાવાય છે તેવી વાત પણ કરી નથી.વાસ્તવમાં ડ્રગ્સએ ભારતમાં વધતુ જતુ દુષણ છે અને કાશ્મીરના પાડોશમાં જ પંજાબમાં ડ્રગ્સ કેવી ખાનાખરાબી મચાવી શકે છે તે મહેબુબાએ કમ સે કમ વાંચ્યુ હશે છતાં પણ ડ્રગ્સ લેનારના બચાવમાં ફકત એટલા માટે આવ્યા કે તે મુસ્લિમ છે તેથી આ મહિલા જ નહીં તેમના પક્ષની પણ માનસિકતા છતી જાય છે.
એટલું જ નહીં જો ફારૂક અબ્દુલ્લા કે તેમના પુત્રમાં જરાપણ કાશ્મીરીયત હોત તો તેણે જવાનોની શહીદી પર એકાદ ટવીટ ચોકકસ કર્યુ હોત.શાહરૂખે તેમના પુત્રને છોડાવવા માટે લાખો કરોડો ખર્ચીને વકીલો રાખ્યા છે અને જે જવાનો શહીદ થયા છે તેના પરિવારો પાસે કદાચ કફનના પૈસા હશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે.જોકે ભારત સરકાર આ પરિવારની ચિંતા કરશે તે ચોકકસ છે અને સમગ્ર ભારત કરશે પણ આવતીકાલે આર્યનને કદાચ સજા થાય તો પણ કોઇ તેના પર અફસોસ નહીં કરે તે નિશ્ચીત છે. મહેબુબાએ પણ ભુલી જાય છે કે તેઓ સુરક્ષીત તેઓ ભારતીયના જવાનોના કારણે કદાચ તેમને ઇતિહાસનું જ્ઞાન ન હોય તો 1947માં ભાગલા સમયનો એ ઇતિહાસ વાંચી જવો જોઇએ કે જયારે કાશ્મીરમાં ભારતમાં ભેળવવા માટે મહારાજા હરીસિંહે નિર્ણય લીધો તે સમયે પણ આ ઇતિહાસમાં નોંધાયેલું તેમના એડીસીને એવી સુચના આપીને રાત્રીના સુતા હતા કે સવારે જો ભારતીય સૈન્ય શ્રીનગરના એરપોર્ટ પર ન ઉતરે તો મારા માથામાં ગોળી મારી દેજો.પરંતુ તેમને આ સમય ન આવ્યો અને શાંતિની ઉંઘ ખેંચી રહ્યા હતા ત્યારે શ્રીનગરના એરપોર્ટ પર ભારતીય સૈન્યની પહેલી ટુકડી બ્રીગેડીયર રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ ઉતરી મહેબુબાએ પણ ભુલી ગયા કે ભાગલા પછી પાકિસ્તાની સૈન્યએ ચોર અને લુંટારાને હાથમાં બંદુક પકડાવીને કાશ્મીરને કબ્જે કરવા માટે તથા લુંટવા માટે તથા મહિલાઓ પર બળાત્કાર કરવા માટે મોકલ્યા હતા પરંતુ ભારતીય સૈન્યએ બહાદુરીપૂર્વક એ પાકિસ્તાની લુંટારાઓને પરાજિત કર્યા આ દિવસથી કાશ્મીર માટે ભારતનું બલિદાન શરૂ થયું છે અને આજ દિન સુધી ભારતીય જવાનો બલિદાન આપી રહ્યા છે.મહેબુબાને ફકત પોતાનો ગરાસ લુંટાતો જોવાતો નથી.મુફતી અને અબ્દુલ્લાઓ કાયમ કાશ્મીર પર શાસન કરવા સર્જાયેલા હોય તેમ માને છે અને તેઓ કાશ્મીરને લુંટીને લંડન અને ન્યુયોર્કમાં મિલ્કતો એકઠી કરે છે તે કાશ્મીરી જનતાના નાણા છે પણ તેનો અફસોસ થતો નથી અને ડ્રગ્સ કાંડવાળા માટે મહેબુબાએ ટવીટ કર્યુ તે દર્શાવે છે કે કાશ્મીરને શાસન કરવા લાયક નથી.