
– આવકવેરા વિભાગે ચાર રાજ્યોના 47 સંકુલોમાં દરોડા પાડયા
– ત્રણેય કોન્ટ્રાક્ટરો નકલી ખરીદી,મજૂરો પર જરૂરિયાતથી વધારે ખર્ચ,નકલી સબ કોન્ટ્રાક્ટ ખર્ચ દર્શાવીને આવક ઓછી બતાવતા હતાં
નવી દિલ્હી : આવકવેરા વિભાગે બેંગાલુરૂ સિૃથત સિંચાઇ અને હાઇવે પ્રોજેક્ટના ત્રણ મોટા કોન્ટ્રાક્ટરો પર દરાડા પાડીને 750 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક પકડી પાડી છે.તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.આવકવેરા વિભાગે ચાર રાજ્યોમાં 47 સંકુલોમાં દરોડા પાડયા હતાં.
સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ત્રણેય કોન્ટ્રાકટરો નકલી ખરીદી,મજૂરો પર જરૂરિયાતથી વધારે ખર્ચ,નકલી સબ કોન્ટ્રાક્ટ ખર્ચ દર્શાવીને પોતાની આવક ઓછી બતાવતા હતાં.
સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે એક જૂથે 40 એવા લોકોના નામે નકલી સબ કોન્ટ્રાક્ટનો ખર્ચ દર્શાવ્યો હતો જેમનો કન્ટ્રકશન લાઇન સાથે કોઇ સંબધ નથી.આ 40 લોકોએ પણ અનિયમિતતાની વાત સ્વીકારી લીધી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે આ ત્રણેય જૂથો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન 750 કરોડ રૂપિયાની બિનહિસાબૂી આવક મળી આવી છે.
જેમાંથી 487 કરોડ રૂપિયાની આવક અંગે સંબિધત જૂથોએ સ્વીકાર કર્યો છે કે આ તેમની બિનહિસાબી આવક હતી.સીબીડીટીના જણાવ્યા મુજબ અન્ય એક જૂથે પણ 105 કરોડ રૂપિયાની અનિયમિતતાનો સ્વીકાર કર્યો છે.દરોડા દરમિયાન 4.69 કરોડ રૂપિયાની રોકડ, 8.67 કરોડ રૂપિયાના ઘરેણા અને 29.83 લાખ રૂપિયાની ચાંદી મળી આવી છે.