દશેરાના દિવસે મુંબઈના બોરીવલ્લીમાં શિવસેના વ્યાપારી સંગઠનના કાર્યાલયનું ઉદઘાટન કરાયું

236

– વેપારીઓના હિતાર્થે કાર્યરત બોરીવલ્લી શિવસેના વેપારી સંગઠન કાર્યાલયનું દશેરાના દિવસે ઉદ્ઘાટન કરાયું
– બોરીવલ્લી શિવસેના વેપારી સંગઠનના ઉપાધ્યક્ષ શૈલષ શાહના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું : ધારાસભ્ય વિલાસ પોટનીશ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા

શિવસેના મુંબઈના રાષ્ટ્રીય પ્રભારી બીરેન ભાઈ લિંબાચિયાના નેતૃત્વમાં શૈલેષ ભાઈ શાહે વિલાસ ભાઈ પોટનીસ વિભાગ નંબર 1 ના પ્રમુખ /ધારાસભ્ય દ્વારા દશેરાના શુભ દિવસે શિવસેના વેપારી સંઘ વિભાગ 1,2,3 ની કચેરીનું ઉદઘાટન કર્યું હતું.આ સમયે મોટી સંખ્યામાં શિવ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

વેપારી સંગઠનની ઓફિસના ઉદઘાટન સમયે ધારાસભ્ય વિલાસ ભાઈ પોટનીસ,વિનોદ ઘોસાલકર (નાયબ નેતા અને મ્હાડાના સભાપતિ), પ્રકાશ દાદા સુર્વે (મગથાણે ધારાસભ્ય), શ્રીમતી સુજાતા તાઈ શિંગગર્ડે (મહિલા વિભાગ સંગઠક વિભાગ નં. 1), શ્રીમતી. સંધ્યા વિપુલ દોશી (શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર),સંજય ભોસલે સાહેબ (બોરીવલી વિધાનસભા સંગઠક ), વિનાયક સામંત (દહિસર વિભાગ સંગઠક), પરેશ સોની (બોરીવલી વિભાગ સંગઠક), દામોદર મ્હાત્રે (ઉપ વિભાગ પ્રમુખ),પાંડુરંગ દેસાઈ સાહેબ (ઉપ વિભાગ પ્રમુખ), શાખા પ્રમુખ – શ્રી સુનીલ પાટીલ, સૌ. અશ્વિની જાથર, સૌ. જયશ્રી બાંગેરા, સચિન મ્હાત્રે, શ્રીરામ કેટ, વિજય દરુવાલા,યુવાસેનાના પદાધિકારીઓ – મહેશ મોહિતે,સલોની આર્ટે,સાક્ષેપ જેધે, સિદ્ધેશ જેધે, અમોલ વાળા, ઓમકાર કાંબલે, હની દવે, શિવાજી ગવલી (નાયબ શાખા વડા શાખા નં. 18), પ્રવીણ પાટિલ (નાયબ શાખા વડા શાખા નં. 18), બાળાસાહેબ કાસર (આમી પુણેકર અને સાંઈ દત્ત મંદિર સેવા સંઘના પ્રમુખ), મહાદેવ સંસારે (પ્રમુખ અને સ્થાપક – ફિનીક્સ ફાઉન્ડેશન ટ્રેકિંગ ફોર ફિઝિકલ ચેલેન્જ) ટ્રેડર્સ એસોસિએશન – જયેશ શાહ (વાઈસ પ્રેસિડેન્ટ) ચિરાગ મહેતા (સેક્રેટરી), નરેશ પરમાર (ડેપ્યુટી હેડ), નીતિન વણજારા (ડેપ્યુટી હેડ), બ્રાન્ચ પ્રેસિડેન્ટ – રાજેશ દવે (સીતારામ), ધવલ ભટ્ટ, કલ્પેશ શાહ,હર્ષદ સોની,નલેશ મહેતા,ધર્મેશ દુગ્ગડ,પુષ્કર નાહર.જૈન સમાજના પ્રમુખ પિયુષભાઈ શાહ,હર્ષદ પારેખ,માતંગી સેવા સમાજ ટ્રસ્ટી પ્રદીપ ભાઈ વોરા અને સમિતિના સભ્યો પીયૂષ શાહ,અમર મુચલા, જયંત શાહ, કિશોર પારેખ,અરુણા બેન મણિયાર,શૈલેષ કલ્યાણી જેવા સિનયર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત શિવસેનાના તમામ શાખા ઉપપ્રમુખ અને શિવસેનાના તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.વ્યાપારી સંગઠન બોરીવલ્લી શાખાનો દશેરાના દિવસે પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં મુખ્તયવે બોરીવલ્લી સહીત આજુબાજુના વિસ્તારોમાં કાર્યરત તમામ સમાજના વેપારી વર્ગને પડી ધંધાકીય હાલાકી અને મુશ્કેલીઓને સમજીને યોગ્ય રીતે નિકાલ કરવાના આશય સાથે વેપારી સંગઠન શિવસેના દ્વારા કાર્યાલય શરુ કરવામાં આવ્યું છે.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રંસગે મોટી સંખ્યામાં બોરીવલ્લી વિસ્તારના વિવિધ સમાજના વેપારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનારા દિવસોમાં વેપારીઓને જે તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે તેના માટે આ વેપારી સંગઠન કામગીરી હાથ ધરશે તેમજ શિવસેના તરફથી પણ વેપારીઓને તેમના ધંધાના વિકાસ અને યોગ્ય દિશા નિર્દેશ મળી રહશે તેવો આશાવાદ પણ ત્યાં હાજર શિવસેનાના હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો.

Share Now