બારડોલી : સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ.ને મળેલી બાતના આધારે પોલીસે કામરેજ તાલુકાના કોસમાડા ના ખેતરના સેઢામાં ઉતરેલો 70 હજારનો દારૂ પોલિસે ઝડપી ઈશ્વર વાંસફોડીયા અને તેનો ભાઈ પ્રકાશ સહિત અન્ય ઈસમ મળી ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ.કે.જે ધડુક નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના કોસમાડા ગામની સીમના ખેતરના સેઢા પર લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો દારૂનો જથ્થો ઉતરેલ છે.જે બાતમી આધારે પોલિસે રેડ કરતા પોલિસને જોઈ મોપેડ પર બે ઈસમો ભાગી છૂટ્યા હતા જેમાંથી મોપેડ પર પાછળ બેઠેલો ઈસમ પ્રકાશ વાંસફોડીયા હોવાની ઓળખ થઈ હતી.ખેતરના સેઢા ઉપરથી જુદી જુદી બ્રાન્ડની 508 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલિસે ઘટના સ્થળેથી અન્ય એક મોપેડ સુઝુકી એક્સેસ GJ 05 ET 8675 મળી આવતા પોલિસે 77,400 ની કિંમતનો વિદેશી દારૂ તેમજ મોપેડ મળી 1,07,400 નો મુદ્દમાલ કબ્જે કરી ઇશ્વર આર.વાંસફોડીયા તેમજ પ્રકાશ વાંસફોડીયા તેમજ અન્ય અજાણ્યો ઈસમ મળી 3 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.