– નવાબ મલિક અને NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વચ્ચે વિવાદ
– એનસીપી નેતા નવાબ મલિકે વાનખેડેનું સર્ટિફિકેટ શેર કર્યું
– નવાબ મલિકે વાનખેડે પર નકલી જાતિ પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવ્યાનો લગાવ્યો આરોપ
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વચ્ચે વિવાદ વધી રહ્યો છે.એનસીપી નેતા નવાબ મલિકે વાનખેડેનું સર્ટિફિકેટ શેર કર્યું હતું અને દાવો કર્યો હતો કે તે મુસ્લિમ છે, મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે કહ્યું કે વાનખેડે મુસ્લિમ છે અને તેણે નકલી જાતિ પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવી છે.
મલિકે કહ્યું કે અગાઉ એવી ઘણી ફરિયાદો આવી છે કે લોકોને નકલી પ્રમાણપત્રો દ્વારા નોકરી મળે છે.તેથી સ્ક્રુટની કમિટી બનાવવામાં આવી હતી.જ્યારે કોઈ કેટેગરીમાં નોકરી લે છે,ત્યારે તેનું સર્ટિફિકેટ માન્ય કરવું જરૂરી છે.આ પ્રમાણપત્ર મુંબઈ કમિશનરની ઑફિસમાંથી જારી કરવામાં આવે છે.પરંતુ કેન્દ્ર સરકારમાં એવી કોઈ જોગવાઈ નથી કે માન્યતા હોવી જોઈએ.કલેક્ટર અને પ્રમાણપત્રમાંથી જ માહિતી મેળવવામાં આવે છે અને નોકરી આપવામાં આવે છે.
જો નકલી પ્રમાણપત્ર હોય તો વાસ્તવિક પ્રમાણપત્ર વાનખેડે બતાવે નવાબ મલિકે કહ્યુ કે વાનખેડે આ નકલી પ્રમાણપત્ર છે તેવુ કહે છે જો તે નકલી છે તો અસલી શું છે, અસલ પ્રમાણપત્ર લાવો.હું વાનખેડે સાહેબને કહેવા માંગુ છું કે સમીર વાનખેડેનું જાતિ પ્રમાણપત્ર લોકોની સામે રાખો.જો તમે અસલી ડોક્યુમેન્ટ નહી આપો તો ટૂંક સમયમાં આ મામલો માન્યતા સમિતિ સમક્ષ ઉઠાવવામાં આવશે. દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
નવાબ મલિકે મંગળવારે સવારે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તેમને NCBના એક અજાણ્યા અધિકારીનો પત્ર મળ્યો છે. આ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તે પત્ર મને NCBના એક અધિકારીએ તેનું નામ ગુપ્ત રાખવાની શરતે મોકલ્યો છે.મને એ પત્ર મળ્યાને બે દિવસ થયા છે.તે પત્ર તેની નકલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને ડીજી,કોંગ્રેસ અધ્યક્ષને પણ મોકલવામાં આવી છે.તેમણે જણાવ્યું કે આ પત્રમાં 26 કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. NCBએ તેને પણ તેની તપાસમાં સામેલ કરવો જોઈએ.