મુંબઈ ક્રૂઝ શિપ પર ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી.આર્યન ખાનની ધરપકડ બાદ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ફરીથી ચર્ચામાં આવી ગયા છે તો મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.નવાબ મલિકે સમીર વાનખેડેના વિદેશ જવાથી લઈને પરિવાર અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો સાથે સંબંધને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે.
નવાબ મલિકે સમીર વાનખેડે પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલા નકલી કેસીસ છે, તેના એવિડેન્સ અમારી પાસે છે.તેમનો (સમીર વાનખેડે) બાપ બોગસ હતો, એ પોતે પણ બોગસ છે.તેના ઘરના લોકો બોગસ છે અને બોગસગિરીના એવિડેન્સ આપ્યા બાદ એક દિવસ પણ તે નોકરી પર રહી નહીં શકે અને તેમનું જેલ જવું નક્કી છે,તેના પુરાવા અમે આગામી સમયમાં કાઢવાના છીએ.દબાવ નાખનાર તમારા બાપ કોણ છે અમને જણાવો.તમારો બાપ ગમે તેટલો દબાવ નાખવાનો પ્રયત્ન કરે નવાબ મલિક કોઈના બાપથી ડરવાનો નથી અને તમને જેલમાં નાખ્યા વિના રોકવાનો નથી.આજે હું એ સ્પષ્ટ કરી દઉં છું.
નવાબ મલિકે NCB પર કેટલાક નિશ્ચિત સાક્ષીઓના સહારે લોકોને નકલી કેસમાં ફસાવવાના આરોપ લગાવ્યા હતા જેને સમીર વાનખેડેએ નકારી દીધા હતા.હવે BJPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ પણ સમીર વાનખેડેના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા છે. બી.એલ. સંતોષે ટ્વીટ કરીને કહ્યું કે એમ લાગે છે કે ક્રૂઝ શીપ ડ્રગ્સ કેસમાં ઘણું બધુ દાવ પર લાગ્યું છે. NCBના તપાસ અધિકાર સમીર વાનખેડેના માતા,બહેન,પત્ની બધા પર હુમલા કરવામાં આવ્યા.
બી.એલ. સંતોષે સાથે જ વાનખેડે પરિવારના વખાણ પણ કર્યા.પોતાની ટ્વીટમાં બી.એલ. સંતોષે કહ્યું કે એમ લાગે છે કે આ પરિવાર કઠિન વસ્તુથી બન્યો છે.શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ નવાબ મલિકે સમીર વાનખેડે વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો.નવાબ મલિકે વાનખેડેને નોકરી જવાની અને જેલ મોકલવાની વાત કહી. તો આ બાબતે સમીર વાનખેડેએ પણ તે માટે તેમને શુભેચ્છા પાઠવી.સમીર વાનખેડેએ નવાબ મલિકના બધા આરોપો નકારી દીધા હતા અને કહ્યું હતું કે જો ડ્રગ્સને હટાવવા માટે જેલ પણ જવું પડે તો તે માટે તૈયાર છું.