આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ BJP નેતા પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, કરવામાં આવી ધરપકડ

200

– સંજયની પત્નીને આ અંગેની જાણ થઈ ગઈ હોવાથી બંને વચ્ચે ઝગડા પણ ચાલી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમી સિંહભૂમ મીડિયા પ્રભારી સંજય મિશ્રા પર એક આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.ત્યાર બાદ ચક્રધરપુર પોલીસે મંગળવારે તેમને જેલમાં મોકલી દીધા હતા. પોલીસે સંજય મિશ્રાને સોમવાર સાંજથી જ કસ્ટડીમાં લીધા હતા.

ચક્રધરપુરના પ્રભારી ડીએસપી દિલીપ ખલકોએ થાણા પ્રભારી પ્રવીણ કુમાર સાથે મળીને મંગળવારે સવારે આરોપી અને પીડિતાની અલગ-અલગ પુછપરછ કરી હતી.પુછપરછ બાદ આરોપી સંજય મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.ડીએસપી દિલીપ ખલકોના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા જણાયા છે.પીડિતાએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો હતો તે પણ સાચો જણાયો છે.

ગત એપ્રિલ મહિનાથી સંજય મિશ્રા મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને તેના સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.હકીકતે સંજયે મહિલા ખેલાડીની એક વાંધાજનક તસવીર લીધી હતી અને તે તસવીર દ્વારા તે સતત મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને સ્થાનિક હોટેલમાં બોલાવીને તેનું યૌન શોષણ કરતો હતો.સંજયની પત્નીને આ અંગેની જાણ થઈ ગઈ હોવાથી બંને વચ્ચે ઝગડા પણ ચાલી રહ્યા હતા.

આ તરફ જેલમાં જતા પહેલા સંજય મિશ્રાએ એક વીડિયો દ્વારા નિવેદન આપ્યું હતું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં.મારા પ્રતિદ્વંદીઓ,વિરોધીઓ મને કોઈ પણ સંજોગોમાં ચૂંટણીમાં હરાવવા માગે છે.તેમણે એકજૂથ થઈને મારા વિરૂદ્ધ માહોલ સર્જ્યો છે.આ વિરોધીઓએ રચેલું ધૃણાસ્પદ ષડયંત્ર છે.મને પ્રશાસન પર સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રશાસન બંનેની કોલ ડિટેઈલ કાઢીને તપાસ કરી લે.જે હોટેલનો ઉલ્લેખ કરાયો છે ત્યાંનુ 3 એપ્રિલનું રજિસ્ટર ચેક કરી લેવામાં આવે.સીસીટીવી જોઈ લેવામાં આવે.મારૂ ક્યાંય ઉપસ્થિતિ નથી.મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, પ્રશાસન નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરશે.આ તરફ જિલ્લાના બીજેપી નેતાઓએ સમગ્ર મામલે આ ઘટનાની જાણકારી પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશને આપી દેવામાં આવી હોવાનું તથા તેઓ સંજય મિશ્રાને લઈ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.

Share Now