મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં આર્યન ખાનને રાહત મળી છે.એડવોકેટ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની કાર્યવાહી રજૂ કરી હતી.
ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે.મંગળવારે પણ કોર્ટમાં NCB અને આર્યન ખાનના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. NCBએ આર્યન ખાનને જામીન મળવાનો જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારે મુકુલ રોહતગીએ આર્યન ખાનની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા.
અમિત દેસાઈની દલીલો
અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતુ કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. ધરપકડ માટે NCB પાસે નક્કર પુરાવા નથી.ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે આચરવામાં જ નથી આવી.અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે.આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. NCBનો આ પુરાવો 65B હેઠળ કોર્ટમાં માન્ય નથી.ફોન કબજે કરાયો ન હતો પરંતુ રિમાન્ડ કોપીમાં તેનો ઉલ્લેખ કરાયો છે.
વકીલ મુકુલ રોહતગીએ આર્યનની ધરપકડને લઈને NCB પર સવાલ ઉઠાવ્યા
અમિત દેસાઈની દલીલો વચ્ચે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ જામીન માટે દલીલો કરી હતી.તેમણે કહ્યું- ‘અરેસ્ટ મેમો ધરપકડ માટે યોગ્ય કારણ આપતું નથી. કલમ 22 સીઆરપીસીની કલમ 50 કરતાં વધુ મહત્વની છે.આ હેઠળ, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી જ્યાં સુધી તેને તેની ધરપકડના કારણની જાણ ન હોય.અને તે વ્યક્તિને તેના અનુસાર વકીલની સલાહ લેવાનો અધિકાર છે.તેમની પાસે ફોન છે પરંતુ રિમાન્ડ સમયે તેઓએ અમને તે વિશે જણાવ્યું ન હતું. અમારી પાસે WhatsApp ચેટની ઍક્સેસ નથી.