ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત ગણાવનાર પાક મંત્રી પાગલ છે, ટી-20 મેચને લઈને પાકિસ્તાન પર ભડકયા ઓવૈસી

174

નવી દિલ્હી,તા.28 ઓક્ટોબર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં રમાયેલી મેચ રાજકીય મુદ્દો પણ બની રહી છે.AIMIMના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં એક સભામાં પાકિસ્તાનની આ મુદ્દે બરાબર ઝાટકણી કાઢી હતી.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મંત્રીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનની જીત એ ઈસ્લામની જીત છે.જેના પર ઓવૈસીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનનો એ મંત્રી પાગલ છે જે ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત બતાવી રહ્યા છે.પાકિસ્તાને પોતે તો ચીન પાસે પોતાનો દેશ ગીરવે મુકી દીધો છે અને વાતો ઈસ્લામની કરે છે.ઓવૈસીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ભારત સાથે પંગો ના લેતા,ભારતની મેચમાં થયેલી હાર એ અમારો આંતરિક મામલો છે અને અમે તેને સમજી લઈશું.સાથે સાથે ઓવૈસીએ ભારતની હાર બાદ બોલર મોહમ્મદ શામીને ટ્રોલ કરનારાઓ અને તેમને ગદ્દાર કહેનારાઓની પણ બરાબર ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, દેશમાં એવો માહોલ બનાવાઈ રહ્યો છે કે, રમતના મેદાનમાં થતી હાર જીત માટે પણ મુસ્લિમને ટાર્ગેટ કરાય છે.

Share Now