– નવાબ મલિકનો દાવો – દરોડા સમયે કાશિફ ક્રૂઝ પર હાજર હતો
– ટ્વિટર પર પોસ્ટ કર્યો ક્રુઝ શિપ પર કાશિફના ડાન્સનો વીડિયો
– NCP નેતાએ કરી કાશિફ ખાન સામે પગલાં લેવાની માંગ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિશે દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે.હવે નવાબ મલિકે ક્રુઝ પર મસ્તીભર્યો ડાન્સ કરતો એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે.વીડિયોમાં એક મહિલા પણ પુરુષ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.આ ડાન્સ વીડિયો શેર કરતી વખતે મલિકે લખ્યું કે કાશિફ ખાનનો ક્રૂઝ શિપ પર ડાન્સ કરતો વીડિયો.
દાઢીવાળા વ્યક્તિ પર ઉઠાવ્યા હતા પ્રશ્નો
માહિતી મુજબ, કાશિફ ખાન ફેશન ટીવીના એમડી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કાશિફ ખાને ક્રુઝ શિપ પર પાર્ટીનું આયોજન કર્યું હતું.એનસીબીએ તે જ ક્રૂઝ શિપ પર દરોડો પાડીને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય લોકોની ધરપકડ કરી હતી.નવાબ મલિકે અગાઉ ક્રુઝ શિપ પર દાઢીવાળા વ્યક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા.એવું માનવામાં આવતું હતું કે આ દાઢીવાળો વ્યક્તિ કાશિફ ખાન હતો.હવે આ વીડિયો નવાબ મલિકે શેર કર્યો છે.
આ પહેલા નવાબ મલિકે કાશિફ ખાન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હોવાનો આરોપ લગાવ્યો હતો.નવાબ મલિકે કહ્યું કે તે સેક્સ રેકેટ ચલાવે છે,તેમજ કાશિફ ખાનને સમીર વાનખેડે સાથે સંબંધ છે.મલિકનું કહેવું હતું કે આ કેસમાં હજુ સુધી કાશિફ ખાનની ધરપકડ કેમ કરવામાં આવી નથી.
નવાબ મલિકે દાવો કર્યો હતો કે ક્રુઝ પર રેવ પાર્ટી માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.આખરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કાશિફ ખાન સામે કેમ કાર્યવાહી નથી કરી રહ્યું? નવાબ મલિકે સમીર વાનખેડે પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે ક્રુઝ પર થઈ રહેલી પાર્ટીમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ કિંગ હાજર હતો.તે પાર્ટીમાં તેની ગર્લફ્રેન્ડ હાજર હતી.મલિકે કહ્યું કે દાઢીવાળો આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા એક સમયે તિહાર જેલમાં કેદ હતો.પરંતુ સમીર વાનખેડેએ તેના પર કોઈ કાર્યવાહી ન કરી અને તેને જવા દીધો.