અયોધ્યામાં રામલલાના અભિષેક માટે અફઘાનિસ્તાનની કાબુલ નદીનું જળ આવ્યું

177

– દિપોત્સવની ઉજવણી માટે એક ટ્રક ભરીને દીવા પહોંચ્યા
– દિવાળીના દિવસે અયોધ્યા ખાતે 12 લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને સમગ્ર નગરી ઝળહળી ઉઠશે

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા ગયા હતા. મુખ્યમંત્રી તેમની સાથે અફઘાનિસ્તાનની કાબુલ નદીનું આવેલુ જળ પણ લઇ જશે.મુખ્યમંત્રી અયોધ્યા ખાતે રામલલ્લા અને હનુમાનગઢી ખાતે દર્શન પણ કરશે, ત્યારબાદ કાબુલ નદીના જળમાં ગંગાજળનું મિશ્રણ કરીને રામલલ્લાનો જળાભિષેક કરશે.

3 નવેમ્બરના રોજ યોજાનારા દિપોત્સવીના તહેવારની ઉજવણી માટે હાલ ચાલી રહેલી તડામાર તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે.વાસ્તવમાં અફઘાનિસ્તાનની એક બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાબુલ નદીના જળથી રામલલ્લાનો જળાભિષેક કરવાની વિનંતી કરી હતી.આ અગાઉ મુખ્યમંત્રી આદિત્યનાથે ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી ભરેલી એક ટ્રકને અયોધ્યા જવા રવાના કરી હતી.આ દીવાઓને રાષ્ટ્રીય ગૌધન મહસંઘે 1.11 લાખ ગાયોના છાણમાંથી બનાવ્યા હતા,જે પૈકી શનિવારે એક હજાર દીવાઓથી ભરેલી એક ટ્રકને રવાના કરવામાં આવી હતી.પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી આ ટ્રકને અયોધ્યા રવાના કરતી વખતે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાંથી 12 લાખ દિવા એકત્ર કરવામાં આવ્યા છે અને દિવાળીની ઉજવણી નિમિત્તે આ દિવા અયોધ્યા ખાતે પ્રગટાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે આ વખતે ખુબ સારો સંયોગ સર્જાયો છે કે એકબાજુ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે તો બીજી બાજુ ગાયના ચાણમાંથી બનેલા દીવાઓની મદદથી દિવાળીના તહેવારની ઉજવણી થઇ રહી છે.

Share Now