યુરોપ, તા. 5. નવેમ્બર : યુરોપમાં કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલા વધારાથી ચિંતાનુ વાતાવરણ સર્જાયુ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગુરુવારે કહ્યુ હતુ કે, યુરોપમાં ગયા મહિને કોરોનાના મામલામાં 50 ટકા વધારો દેખાયો છે અને વેક્સીન અપાઈ રહી હોવા છતા યુરોપ કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યુ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે યુરોપમાં પૂરતા પ્રમાણમાં વેક્સીન છે પણ તેનુ વિતરણ યોગ્ય રીતે નથી થઈ રહ્યુ.યુપોમાં ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ લોકોના મોત થઈ શકે છે.યુરોપમાં એક જ અઠવાડિયામાં 18 લાખ કેસ સામે આવ્યા છે અને 24000 લોકોના મોત થયા છે.યુરોપમાં સતત પાંચમા સપ્તાહમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.ઓર્ગેનાઈઝેશને એમ પણ કહ્યુ છે કે, જે દેશોઓ પોતાની વસતીના 40 ટકા લોકોનુ વેક્સીનેશન કરી દીધુ છે તેણે બીજા દેશોને હવે વેક્સીન ડોનેટ કરવી જોઈએ.