નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં હરેકાલા હજબ્બાને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક પદ્મશ્રીથી આપ્યો છે.મંગલુરુંથી 35 કિલોમીટર દૂર ન્યૂપડાપુ ગામમાં રહેતાં હરેકાલા હજબ્બાએ સંતરા વેચીને પોતાના ગામના બાળકો માટે શાળા બનાવી છે.ત્યારે, અહીં જાણો હરેકાલાની સંતરા વેચવાથી પદ્મશ્રી બનવાની કહાની.
મંગલુરુમાં સંતરા વેચનારા 64 વર્ષીય હરેકાલા હજબ્બાને સોમવારે પદ્મશ્રીથી સન્માનિત કરાયા.શિક્ષણ ક્ષેત્રે સામાજિક કાર્ય કરવા બદલ હરેકાલાનું સન્માન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના દરબારમાં હરેકાલા હજબ્બાને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક પદ્મશ્રીથી આપ્યો છે.અક્ષર સંત તરીકે જાણીતા હરેકાલા હજબ્બા ખૂદ કોઈ દિવસ સ્કૂલના દાદરા નથી ચડ્યા.
કર્ણાટકના દક્ષિણ કન્નડાના ન્યૂપાડાપૂ ગામના રહેવાસી છે.અને તેમણે પોતાના ગામમાં પોતાની મહેનતથી કમાણીથી એક સ્કૂલ શરૂ કરી.સાથે દર વર્ષે તેઓ પોતાની પુરી બચત શાળાના વિકાસ માટે આપે છે.હજબ્બાને પદ્મશ્રી આપવાની ઘોષણા 25 જાન્યુઆરી 2020ના રોજ થઈ હતી.પણ કોરોના વાયરસની મહામારીના કારણે સન્માન સમારોહનું આયોજન રોકાયું હતું.
1995માં શરૂ થઈ હતી સફર
મંગલુરુમાં રહેનારા અશિક્ષિત ફળ વેચનારા હરેકાલા 35 કિલોમીટર દૂર પોતાના ગામમાં સ્કૂલ ખોલવાનું સપનું જોયું હતું.તેમના બાળપણના સમયમાં તેમના ગામમાં શાળા ન હતી.જેથી ગામના બાળકોનું દર્દ તેઓ સમજી શકતા હતા.અને તેમણે તમામ ચુનૌતિયોનો સામનો કરી એક સ્કૂલ શરૂ કરી.સ્કૂલ માટે જમીન લેવા અને શિક્ષણ વિભાગ પાસેથી મંજુરી મેળવવા માટે હરેકાલા ખૂબ મહેનત કરી હતી. 1995થી શરૂ થયેલા આ પ્રયાસોની સફળતા હરેકાલાને 1999માં મળી. 1999માં તેમના શાળા શરૂ કરવાની પરવાનગી મળી.
શરૂઆતમાં હજબ્બાની લોઅર પ્રાઇમરી સ્કૂલ જેને હજબ્બા અવરા શાલે પણ કહેવાતી હતી.તે એક મસ્જિદમાં શરૂ થઈ હતી.ત્યારબાદ હજબ્બાને સ્થાનિક તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી.જ્યાં તમામ ક્લાસરૂમોનું નિર્માણ કરવામાં આવ્યું.સંતરા વેચીને હજબ્બાને જે પણ રકમ મળતી જેમાંથી તેમણે સ્કૂલનું નિર્માણ કરાવ્યું.હવે તેમનું સપનું પોતાના ગામમાં કોલેજ શરૂ કરવાનું છે.