કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પારકી મહિલા સાથે રંગરેલિયા મનાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની પીટાઈનો મામલો સામે આવ્યો છે.આ પીટાઈ કોઈ બીજાએ નહીં પણ તેના પત્નીએ જ કરી.
દૈનિક હિન્દુસ્તાનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ પતિ,પત્ની અને વોના આ એપિસોડમાં દરોડાના કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટરની પત્નીએ કરી.પીડિત પત્નીએ તેના પતિને એક હોટલના રૂમમાં તેની ગર્લફ્રેન્ડ સાથે મજા માણતો રંગે હાથ પકડ્યો.બીજી મહિલાને પતિ સાથે રંગરેલિયા મનાવતી જોઈને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને ગયો.ત્યારબાદ પતિ અને પત્ની વચ્ચે ખુબ હાથાપાઈ થઈ.વાત આરોપી ઈન્સ્પેક્ટરના બોસ સુધી પહોંચી ગઈ.
ફર્રુખાબાદથી પહોંચી પત્ની
આ મામલે ખાસ વાત એ રહી કે હોટલના રૂમમાં ઈન્સ્પેક્ટરને તેની પત્નીએ ત્યારે પકડ્યો જ્યારે તે મહિલા શક્તિ સંગમના કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.આ કાર્યક્રમ દ્વારા કાનપુર પોલીસ મહિલાઓને સશક્ત કરવાની કોશિશ કરે છે.આ મામલો કાનપુરના ગ્વાલટોલી પોલીસમથક વિસ્તારનો છે.જ્યાં પુરતા ઈનપુટ સાથે ફર્રુખાબાદથી આવેલી પત્નીએ ઈન્સ્પેક્ટરનો ખેલ ખતમ કરી નાખ્યો.
હોટલ મેનેજરની અજીબોગરીબ સફાઈ
આ મામલાની જાણકારી મળતા જ શહેરના પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પાસે રિપોર્ટ માંગ્યો છે.આ મામલે શહેરના એસીપી ત્રિપુરારી પાંડેએ કહ્યું કે એડિશનલ ઈન્સ્પેક્ટરના કેટલીક અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની પણ ખબર મળી છે. આ મામલે તેની પત્નીની ફરિયાદ બાદ ઉચ્ચાધિકારીઓના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં આવશે.આ હંગામો કેડી પેલેસ હોટલમાં થયો.આ મામલે હોટલ મેનેજરનું કહેવું છે કે ઈન્સ્પેક્ટર અરુણ કુમાર હોટલમાં આવતા હતા અને હાથ મોઢું ધોઈને જતા રહેતા હતા.