પરમબીરસિંહને ભાગેડું જાહેર કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની સીઆઇડીની તૈયારી

610

– મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર
– કેન્દ્રીય ગૃહવિભાગને રેડકોર્નર નોટિસ બહાર પાડવા પત્ર લખશે

મુંબઈ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને વરિષ્ઠ આઇપીએસ અધિકારી પરમબીર સિંહ સામે મરિન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ખંડણીના પ્રકરણમાં તેમને ભાગેડું જાહેર કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી સીઆઇડી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત આ પ્રકરણે પરમબીર સિંહ સામે રેડકોર્નર નોટિસ બહાર પાડવામાં આવે તે માટે કેન્દ્રીય ગૃહવિભાગને પત્ર પણ લખવામાં આવશે તેવું જાણવા મળ્યુ ંછે. મરિન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખંડણીના આ પ્રકરણમાં પરમબીર સિંહ ઉપરાંત અન્ય સાત જણ જેમાં ડીસીપી અકબર પઠાણ,પીઆઇ આશા કોરકે,પીઆઇ નંદકુમાર ગોપાલે,સુનિલ જૈન,શ્રીકાંત શિંદે,સંજય પાટીલ અનેસંજય પૂનમિયાનો પણ સમાવેશ થાય છે.આ તમામ લોકો સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અહીંની એક મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીર સિંહ સામે ત્રીજું નોનો બેલેબલ વોરન્ટ બજાવ્યા બાદ આ ગતિવિધિ તેજ બની છે. કોર્ટે નોંધ્યું હતું કે પરમબીર સામે નોંધાયેલ ગુનો બીન જામીનપાત્ર છે અને મુંબઈના ભૂતપૂર્વ કમિશનર ધરપકડથી બચવા ભાગતા ફરી રહ્યા છે.પરમબીર સિંહ સામે આ પહેલા કોરેગાવ પ્રકરણે અને ત્યાર બાદ થાણેને લગતા એક કેસમાં બીજા જામીનપાત્ર વોરન્ટ બજાવવામાં આવ્યું છે.સિંહ છેલ્લા ઘણા મહિનાથી ગુમ છે અન ેતેમની કોઈ ભાળ મળતી નઍથી.સિંહ વિદેશ નાસી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

દરમિયાન સીઆઇડીએ ખંડણી કેસમાં પહેલી ધરપકડ હાથ ધરી પીઆઇ આશા કોરકે અને નંદકુમાર ગોપાલીની ધરપકડ કરી હતી.પરમબીરની છત્રછાયામાં ખંડણીનું સમગ્ર પ્રકરણ બન્યું હતું તેવી દલીલ સરકારી વકીલ શેખર જગતાપે કોર્ટમાં કરી હતી. મંગળવારે આશા કોરકે અને નંદકુમાર ગોવાલેને કિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

Share Now