લૂંટના ઇરાદે સુરતના સરથાણામાં સુખરામ જ્વેલર્સના શો-રૂમમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું

269

– શો-રૂમમાંથી નીકળેલા યુવાનો સામે અજાણ્યા ઇસમે બંદૂક તાકી દીધી હતી

સુરત : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.અજાણ્યા ઇસમ દ્વારા જવેલર્સના શો-રૂમના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ગુરૂવારે સાંજે 7:22 વાગ્યે એક ઇસમ આવી ચઢ્યો હતો અને શો-રૂમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.આ સમયે શો-રૂમમાંથી બહાર એક યુવાન બહાર નીકળ્યો હતો.ફાયરિંગ થતું જોઇને ત્યાંથી નીકળી ગયો હતો.ત્યારબાદ અન્ય બે યુવાનો શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શો-રૂમ બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંધુક તાકી હતી.અને ફાયરિંગ કર્યું હતું.જોકે, સદનસીબે ગોળી વાગી નહોતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી 3 ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે.હાલ સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનાર ઇસમની ઓળખ દિશામાં કામ કરી રહી છે.ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.જોકે, ફાયરિંગ ઓરીજનલ ગનથી કે, એર ગનથી થયું એ બાબતે FSLના રિપોર્ટ બાદ જ કહી શકાશે.

લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ફાયરિંગ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર ઇસમની શોધખોળ શરૂ કરી છે.

Share Now