દેશમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા બચાવવી અતિ જરૂરી : CJI

200

– ગરીબો સુધી પણ ન્યાય પહોંચાડવો જોઇએ
– બંધારણીય કોર્ટોના ચુકાદાઓએ લોકતંત્રને મજબૂત બનાવવા મહત્વનું યોગદાન આપ્યું

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાદીશ એન વી રમન્નાએ જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને જિલ્લા ન્યાયપાલિકાઓના કાર્યો દ્વારા લાખો લોકો ભારતીય ન્યાય વ્યવસૃથા વિષે જાણી શકે તેમ છે.તેથી આપણે દરેક સ્તરો પર ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને અખંડતાને બચાવવી જરૂરી છે.મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે એક કલ્યાણકારી રાજ્યને આકાર આપવામાં ભારતીય ન્યાયપાલિકા સૌથી આગળ રહી છે. દેશની બંધારણીય કોર્ટોના ચુકાદાઓએ સામાજિક લોકતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

મુખ્ય ન્યાયાધીશે આ વાત રાષ્ટ્રીય કાયદા સેવા દ્વારા આયોજીત કાનૂની નાગરિકતા તેમજ આઉટરીચ અભિયાનના સમાપન સમારોહમાં કરી હતી. તેમણે કહ્યું કે કલ્યાણકારી રાજ્યનો હિસ્સો હોવા છતા લાભાિર્થઓંને ઇચ્છિત સ્તર પર લાભ નથી મળી રહ્યો.
તેમણે ઉમેર્યું હતું કે, સમ્માનજનક જીવન જીવવાની લોકોની આકાંક્ષાઓને અવાર નવાર પડકારોનો સામનો કરવો પડતો હોય છે.ગરીબી એમાનું એક મુખ્ય કારણ છે.સૃથાનિક સ્તરે એક મજબૂત ન્યાય વ્યવસૃથા વગર આપણે એક સ્વસૃથ ન્યાયપાલિકાની કલ્પના ન કરી શકીએ.

Share Now