મુંબઈ : એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાવાળા ભારતીય જનતા પાર્ટી, એનસીપી, કોંગ્રેસ અને શિવસેના નેતાઓ.એક કાર્યક્રમમાં એકસાથે આવીને હંસીમજાક કરતા જોવા મળતા બધા અચંબામાં પડયા હોવાનું જાણવા મળે છે.શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.સંજય રાઉતે ચંદ્રકાંત પાટીલ પર પ્રહાર કરતા કહ્યું કે, જો તેઓ કૃષિ કાનૂન રદ્દ થવાથી દુખી હશે તો તેઓ ચંદ્રકાંત પાટીલ માટે શોકસભા કરશે.તેમણે એમ પણ કહ્યું કે ચંદ્રકાંત પાટીલની માનસિકતા તપાસવી જોઈએ.ચંદ્રકાંત પાટીલે પણ જવાબ આપ્યો કે જો રાઉત મારી માનસિકતા તપાસશે તો હું તેમનું માથું તપાસીશ.આ એકબીજા ઉપર આરોપ અને સણસણતા પ્રહાર કરનારા સંજય રાઉત અને ચંદ્રકાંત પાટીલ એક જ કાર્યક્રમમાં અને એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા જ્યારે આ તીવ્ર પ્રતિક્રિયાઓ પછી આ શાબ્દિક હુમલાઓ વધવાની અપેક્ષા હતી.આ વખતે બંને હસતાં હસતાં એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.
સંજય રાઉત અને ચંદ્રકાંત પાટિલ ભારતીય જનતા પાર્ટીના નાસિકના ધારાસભ્ય દેવયાની ફરાંદેની પુત્રીના લગ્નમાં સાથે આવ્યા હતા.આ લગ્નમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની સાથે મહાવિકાસ અઘાડીના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.આ સમયે સંજય રાઉત,છગન ભુજબળ અને ચંદ્રકાંત પાટીલ એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા.તે માત્ર ચુપચાપ બેઠા હતા એટલું જ નહીં ચંદ્રકાંત પાટીલ અને સંજય રાઉત પણ હસતા અને દિલથી વાતચીત કરતા જોવા મળ્યા.છગન ભુજબળ અને દેવેન્દ્ર ફડણવીસ પણ એકબીજા વાતો કરતા જોવા મળ્યા હતા.
સંજય રાઉતે કહ્યું, હું હવે ચંદ્રકાંત પાટીલને શોક સંદેશ મોકલી રહ્યો છું.જો તેમના માટે કૃષિ કાયદા પાછું ખેંચવું એ દુર્ઘટના છે,તો અમે તેમના માટે શોકસભા યોજીશું અને શોક વ્યક્ત કરીશું.જે દેશમાં આજે ખેડૂતો આઝાદીની ઉજવણી કરી રહ્યા છે, જો કોઈ દુઃખી થઈ રહ્યું છે તો તેની માનસિકતા તપાસવી જોઈએ.
ચંદ્રકાંત પાટીલે કહ્યું, ધસંજય રાઉત જાહેરમાં બોલ્યા,પરંતુ જ્યારે હું સામે હતો ત્યારે બોલ્યા નહીં.સંજય રાઉત ડોક્ટર છે.તેથી હું કોઈ અલગ ડાક્ટરની શોધ કર્યા વિના તેમની પાસે જાઉં છું જેથી અમારી વચ્ચે વાતચીત થઈ શકે.નવાબ મલિક,સંજય રાઉત,તમે કોઈ પણ સંદર્ભ વિના જૂઠ કેમ બોલી રહ્યા છો, આ સમયે ચર્ચા થઈ શકે છે.જો આ વખતે સંજય રાઉત મારી માનસિકતા તપાસશે તો હું તેમનું માથું તપાસીશ.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અધિનિયમને પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કર્યા પછી, ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, ધમોદીએ કહ્યું છે કે તેઓ દેશમાં અશાંતિનો અંત લાવવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે.હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીશ કે તેઓ ફરી એકવાર સમજાવે કે ખેડૂતોના હિતમાં આ કાયદા દેશમાં પાછા લાવવા જોઈએ.