સુરતમાં 1 કરોડનો ગાંજો ઝડપાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ

220

સુરત : સુરતમાંથી ક્રાઇમ બ્રાંચે રૂપિયા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યાની મોટી ઘટના સામે આવી છે.ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેની અસર જોવા મળી રહી છે. DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.સમગ્ર ઘટનામાં અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો આરોપી અરુણ મહાદીપ નામનો શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લાવી રહ્યો હતો.આ દરમિયાન પોલીસે મુદામાલ સહીત તેની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. અને આ ધંધામાં જ તે ગાંજો લાવતો હતો તેવું જાણવા મળ્યું છે.તો થોડા દિવસ અગાઉ જ 17 નવેમ્બરના રોજ સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ બનાવવાની લેબોરેટરી સુરત એસોજીની ટીમે ઝડપી પાડી હતી.આ પ્રકરણમાં મુખ્ય આરોપી જૈમિન સવાણીની પુછપરછ પોલીસે હાથ ધરતા તેના સાધન સામગ્રી પુરી પાડનાર કોસાડ આવાસના ફૈઝલ પટેલને ગત મોડી રાત્રે અમરોલી પોલીસે ઝડપી પાડયો હતો અને જેલ હવાલે કર્યો હતો.

Share Now