પરમબીર સિંહના જુહુના ઘરની બહાર ફરાર હોવાની નોટીસ : 30 દિવસમાં હાજર થવાનો આદેશ

228

– હાજર ન થતા સંપત્તી જપ્ત થઇ શકે છે

મુંબઇ : ફરાર ઘોષિત કરાયેલા મુંબઇના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહના જૂહુના ઘરની બહાર કોર્ટનો આદેશ લગાડવામાં આવ્યો છે ૩૦ દિવસમાં પરમબીર સિંહ હાજર નહીં થશે તો તેમની સંપતી જપ્ત થઇ શકે છે.આરોપી પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે સિંહની ધરપકડ ઉપર રોક મૂકી છે.

જો કોર્ટ કહે તો પરમબીર સિંહ ૪૮ ક લાકમાં સીબીઆઇ સામે રજૂ થઇ શકે છે.તેઓ ભારતમાં જ છે તેમને પોલીસથી જીવનું જોખમ છે એટલે છુપાયેલા છે. એમ પરમબીર સિંહની વકીલે કહ્યું હતું.ગોરેગામ હોટેલ વ્યાવસાયિક પાસે ખંડણી માગવાના આરોપસર પરમબીર સિંહ અને અન્ય સામે કેસ દાખલ કરાયો હતો.આ પ્રકરણમાં વારંવાર નોટીસ આપવા છતાં હાજર ન થતા પરમબીર,રિયાઝ ભાટી,વિનય સિંહની કોર્ટે ફરાર જાહેર કર્યા હતા.હવે જુહુ સ્થિત પરમબીરના નિવાસસ્થાન બહાર કોર્ટની નોટીસ લગાડવામાં આવી છે.એમાં પરમબીરને ૩૦ દિવસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલીનો ગંભીર આરોપ અગાઉ પરમબીરે કર્યો હતો.ઇડીએ પૂછપરછ બાદ દેશમુખની ધરપકડ કરી હતી.

Share Now