પંચમહાલ : વડોદરા અને ભરૂચ બાદ હવે પંચમહાલના ગોધરામાં ગેરકાયદે ધર્માંતરણનો આક્ષેપ લાગતા ખળભળાટ મચ્યો છે.રાજ્યમાં વધુ એક પરિવારનું ગેરકાયદે ધર્માંતરણનો થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પંચહાલના ગોધરામાં આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં મોડી રાત્રે એક હિંદુ પરિવારના ઘરે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જો કે પરિવારે એવો દાવો કર્યો છે કે મિત્રો જન્મદિવસની ઉજવણી માટે ઘરે આવ્યા હતા.ખ્રિસ્તી સમુદાયના મિત્રો આવ્યા હોવાનો પરિવારનો દાવો છે.આ ઘટનાની જાણ થતા સમાજ અને વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા.ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી સ્થિતિને થાળે પાડી હતી.આ મામલાની તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.ત્યારબાદ પોલીસે નડિયાદથી ગોધરા આવેલા 16 જેટલા લોકોના નિવેદન લેવાની શરૂઆત કરી છે.
ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં હિન્દુ પરિવારને ધર્માંતરણ કરાવવાના આક્ષેપ મુદ્દે વિહિપના વિભાગ મંત્રીએ વધુ એક આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો છે.તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્ટીફન મેકવાન નામનો વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી ધર્મ પરિવર્તનનું લાઈવ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.ગાંધીનગરના એક અધિકારી પણ આ કાર્યક્રમમાં ભાગ લેતા હોવાના આક્ષેપ સાથે તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.બીજી બાજુ આ ઘટનામાં ગોધરા એ ડિવિઝન પોલીસે નડિયાદથી ગોધરા આવેલા સહિત કુલ 12 વ્યક્તિઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલું છે.
આ ઘટનામાં આજે સવારે માહિતી હતી કે ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં એક પરિવારને ધર્માંતરણ કરાવવાના આક્ષેપ વચ્ચે ઉત્તેજના સભર માહોલ સર્જાયો હતો.ગત મોડી રાત્રે એક હિન્દૂ પરિવારના ઘરે કથિત ધર્માંતરણ થઈ રહ્યું હોવાની ઘટના બની હતી.પરંતુ સ્થાનિક લોકોના હોબાળા બાદ મકાનમાં તપાસ કરી હતી.આ ઘટનાને પગલે પોલીસ પહોંચી હતીને તપાસ કરતા નડિયાદથી આવેલા 10થી વધુ ખ્રિસ્તીધર્મના લોકો મળી આવ્યા હતા.પરંતુ જ્યારે સમગ્ર ઘટના વિશે મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થડે પાર્ટી હોઈ મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.