વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર શર્મશાર ઘટના બની છે.વડોદરામાં કરાટે ક્લાસિસના સંચાલકે સગીરા સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે.કરાટે કલાસિસના સંચાલક વિકાસ સોઢીએ સગીરાને નિવસ્ત્ર કરી શરીર પર તેલ માલિસ કરી હતી અને ચુંબન પણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.ફરિયાદ મળતા પોલીસે આરોપી સંચાલક વિકાસ સોઢીની ધરપકડ કરી છે.
વડોદરાના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં વિકાસ સોઢી નામનો શખ્સ કરાટે ક્લાસ ચલાવે છે.ત્યારે આ કરાટે સંચાલકે તેની પાસે કરાટે શીખવા આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા.તેણે કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી તેના શરીર પર તેલની માલિશ કરી હતી.એટલુ જ નહિ, તેણે કરાટે કલાસમાં સંચાલક વિકાસ સોઢીએ સગીરાના ગાલ પર ચુંબન પણ કર્યા હતા.ત્યારે સગીરાએ આ વાતની જાણ તેની માતાને કરી હતી.જેથી સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.પોલીસે વિકાસ સોઢી સામે પોસ્કો એક્ટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સુરક્ષા સલામતીની વ્યાખ્યા બદલાઈ રહી છે.એક સમયે ગુજરાત માટે એવુ કહેવાતુ હતુ કે, અહી યુવતીઓ રાત્રે પણ બિન્દાસ્ત ફરી શકે છે.પરંતુ હવે દીકરીઓ ટ્રેનમાં,કોચિંગમાં,સ્કૂલમાં ક્યાય સલામત નથી.આખરે કોણ છે એ નરાધમો જે ગુજરાતની ધરતીને બદનામ કરે છે? કેમ ફૂલ જેવી બાળકીઓ સાથે પણ આ પ્રકારની હરકતો થઇ રહી છે? પોતાની દીકરીની જેવી સગીરા પર હેવાનો કેમ ત્રાટકે છે? ક્યાં સુધી સમાજ વચ્ચે આવા શેતાનો બેફામ ફરતા રહેશે?