મગજ શાંત રાખવા ગુટખા, પાન- મસાલા ખાવઃ જીતેન્દ્ર આવ્હાડ

211

મુંબઇ : મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર જીતેન્દ્ર આવ્હાડ હંમેશા વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.ભિવંડી ખાતે એનસીપીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતાં મંત્રી જીતેન્દ્ર કોલેજ આવ્હાડે કાર્યકરોને માથું શાંત રાખવા રજનીગંધા પાનસુપારી ગુટખા,પાનમસાલા ખાવાની વિચિત્ર સલાહ આપી હતી.

તમારા વિરોધીઓ હંમેશા તમને ઉશ્કેરશે,જેમાં તેમનો રાજકીય સ્વાર્થ ઘણો મોટો છે.તેથી તમારા વિરોધીઓ તમને ગમે તેટલા ઉશ્કેરતા હોય તો પણ તમારું માથું શાંત રાખો એમ કહીને મંત્રી જિતેન્દ્ર આવ્હાડે મુસ્લિમોને તેમના માથા પર બરફ રાખવા, રજનીગંધા પાનસુપારી ગુટખા,પાનમસાલા ખાવા અને શાંત રહેવા માટે વધુ પડતું માંસ ન ખાવા વિનંતી કરી હતી.આ વિવાદાસ્પદ નિવેદને રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જગાવી છે.

દરમિયાન, એસટી હડતાલ પર બોલતા,આવ્હાડે કહ્યું કે શરદ પવારે હંમેશા એસટી કર્મચારીઓની સમસ્યાઓ હલ કરી છે.કેટલાક રાજકીય પક્ષોએ એસટી મહામંડળ ના કર્મચારીઓને બાનમાં લીધા હોવાથી એમને આડેહાથ લીધા હતા.એસટી કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સંતોષવામાં આવી છે અને મર્જરની માંગ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.તેમણે એમ પણ કહ્યું કે સમિતિ દ્વારા ચર્ચા ચાલી રહી છે.

Share Now