પ્રોફેટ મોહમ્મદ અંગે પુસ્તક પ્રકાશિત કરનારા વસીમ રિઝવીના પુસ્તક પર પ્રતિબંધ મુકવા મુસ્લિમ સમાજની માગ

474

– ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરાયો
– મુસ્લિમ બિરાદરોએ ધંધા રોજગાર બંધ રાખ્યા

ગોધરા : મુસ્લિમ ધર્મના સ્થાપકને અપમાનિત કરતી ટિપ્પણીઓ સાથે પુસ્તક લખનારા ઉતરપ્રદેશના વસીમ રિઝવીની સામે આજરોજ ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવતા શહેરના મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.ત્યારે સમાજની લાગણી દુભાતા વસીમ રિઝવીના લિખિત પુસ્તક પર પ્રતિબંધ મુકવાની પણ માંગ ઉઠવા પામી છે .

ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ઉતરપ્રદેશ ના વસીમ રિજવી નામના શખ્સે ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરઆનએ મજીદની આયતોને લઈ વિવાદિત બયાનો આપ્યા હતા.આ ઉપરાંત રિજવી દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ એક પુસ્તક પ્રકાશિત કર્યું છે.જે પુસ્તકમાં શબ્દે શબ્દ જૂઠો છે.માટે વસીમ રિજવીના વિરુદ્ધમાં ગોધરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ અંગે પંચમહાલ જિલ્લા કલેકટરને રજુઆત પણ કરવામાં આવી હતી.જેમાં તેની સામે કડક માં કડક કાર્યવાહી થાય તેમજ તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક પર પ્રતિબંધ જાહેર કરવાની માંગ કરી હતી.મુસ્લિમ બિરાદરોએ મુસ્લિમ વિસ્તારોમાં પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.વસીમ રિઝવી સામે કાર્યવાહીમા માગ કરી છે .

Share Now