LRD-PSI ભરતી પ્રક્રિયામાં ભાજપના મળતિયા દુકાન ચલાવતા હોવાનો ગેનીબેન ઠાકોરનો આરોપ

464

રાજ્યમાં યુવકો LRD અને PSI ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે.ત્યારે આ યુવકોમાં જુસ્સો ભરવા માટે રાજકીય નેતાઓ તેમની મુલાકાત કરે છે.તો ક્યાંક પોલીસકર્મી તો ક્યાંક નિવૃત આર્મીમેન આ ઉમેદવારોને તૈયારીઓ કરાવી રહ્યા છે.પણ એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, ગુજરાતમાં સરકારી નોકરી જાહેર થાય અને પરીક્ષા પણ જાહેર થાય પછી પેપેર ફૂટે એટલે ભરતી રદ કરવામાં આવે.ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભરતી બાબતે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આ ભરતીઓ એમનમ કેન્સલ થતી નથી.કોંગ્રેસના ધારાસભ્યએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે ભાજપના કેટલાક મળતિયાઓ એકેડમી ચલાવે છે અને તેમાં યુવાનોને 100% નોકરીની ગેરંટી પણ આપવામાં આવે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું જણાવ્યું હતું કે, મને શંકા એટલા સુધી છે કે, જે કઈ એકેડમી ચાલે છે ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ગ્રાઉન્ડ બનાવેલા હોય છે.તો આ એકેડમી ભારતીય જનતા પાર્ટીના મળતિયા લોકોની ચાલે છે. અમારી એકેડમીમાં તૈયારી કરો તો નોકરી અપાવી દઈશું તેની ગેરંટી આપવામાં આવે છે.ભાજપના પ્રમુખ તો એટલા સુધી બોલે છે કે, RSS પ્રમુખ કે પછી ભાજપના પેજ પ્રમુખ હોય તેમને જ નોંકરી આપવામાં આવશે.આવી જ્યારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે હજારો લાખો યુવાનો રોજગારી મેળવવા માટે રાત-દિવસ મહેનત કરે છે તેમની આત્માને ક્યાંક ઠેસ પહોંચે છે અને તેમનું મનોબળ પણ તૂટે છે.એટલે જવાબદાર પદ પરથી આ પ્રકારની વાત કરવી તે પણ યોગ્ય નથી.

આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી.ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોની સેવામાં ચૂંટણી હોય કે ન હોય તે કાર્ય કરતી હોય છે.જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને પાંખો આવે છે અને તે ઉડવાના પ્રયાસ કરતી હોય છે.પણ રાજ્યની જનતા કુનેહ દ્વારા આશીર્વાદ આપે છે અને કોંગ્રેસની પાંખો કાપી નાંખે છે.મને ભરોષો છે કે, કોંગ્રેસની આવી દેખાવાની પાંખો છે તે રાજ્યની જનતા તોડી નાંખશે.કારણ કે ભાજપ જનતાની સેવા માટે અને લોકોને કઈ રીતે ઉપયોગી થઇ શકાય તેવા ભાવની સાથે કામ કરી રહી છે.

Share Now