પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા કરોડોના કૌભાંડ અને એન્ટી કરપ્શન બ્યુરોના દરોડા અંગે સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ અંગે ઈશ્વર પરમાર ના પી.એ જય મેહતા એ બારડોલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની સોશ્યલ મીડીયા પર અફવા ફેલાવનાર સામે પગલાં ભરવા માંગ કરતી લેખિત ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા તેમના સમયગાળા દરમ્યાન ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રો શરૂ કરવા માટે 12 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અને આ તપાસ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ કથિત મસેજને લઈને બારડોલી સહીત સુરત જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો.જોકે ગત રોજ ઈશ્વરભાઇ પરમારે આ પ્રકારની કોઇ પણ તપાસ આવી નથી તે પ્રકારની માહિતી આપી હતી.સાથે સાથે આ પ્રકારણમાં ઇશ્વરભાઈ પરમારના પી.એ જય મેહતા એ બારડોલી પી.આઈ ને લેખીત ફરીયાદ આપી જણાવ્યું હતું કે બારડોલી વિધાન સભા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર વિરુદ્ધ તેમને બદનામ કરવાના ઇરાદે WHATS APP ખોટા મેસેજ લખનાર અને અલગ અલગ ગ્રુપમાં ફરતા કરનારા સામે પગલાં ભરવા માંગ કરી હતી.