ઈઝરાયેલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું રહેવા લાયક શહેર

431

– સૌથી મોંઘા શહેરોમાં ટોપ-10માં ભારતનું એક પણ શહેર નહીં : વિશ્વના 173 શહેરોને સર્વેની યાદીમાં સામેલ કરાયાં

ઇઝરાયેલનું તેલઅવીવ શહેર રહેવાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોંઘુ શહેર બની ગયું છે.તેલ અવીવે મોંઘા શહેરોની યાદીમાં ટોપ રહેનાર સિંગાપોર,લંડન અને હોંગકોંગને પાછળ રાખી દીધા છે.બુધવારે ગ્લોબલ સર્વે ઇકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ(ઈઆઈયુ)માં આ પરિણામ સામે આવ્યું છે.તેલ અવીવ પહેલીવાર દુનિયાનું સૌથી મોંઘુ શહેર બની ગયું છે.આ પહેલા તેલ અવીવ ટોપ-5 માં સામેલ રહ્યું છે.ટોપ-10ની યાદીમાં ભારતનું કોઈ શહેર સામેલ નથી.

ગત વર્ષે એટલે 2020માં પેરિસ,જ્યુરિચ અને હોંગકોંગને પ્રથમ સ્થાન પર રાખવામાં આવ્યા હતા.આ સર્વેમાં વિશ્વના 173 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. આ એવા શહેરો છે,જે રહેવાની રીતે ખૂબ મોંઘા માનવામાં આવે છે.આ લીસ્ટ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સના આધાર પર તૈયાર કરવામાં આવે છે.સૌથી પહેલા એ જોવામાં આવે છે કે અમેરિકી ડોલરની તુલનામાં ત્યાંના સ્થાનિક ચલણનું મૂલ્ય કેટલું છે.તેલ અવીવ ઈઝરાયેલનું શહેર છે,ત્યાંની લોકલ કરન્સી શેકલ છે,સર્વેમાં એ પણ જોવામાં આવ્યું કે લોક ટ્રાન્સપોર્ટ અને ગ્રોસરીના રેટ્સ ત્યાં શું છે.રહેવાની દ્રષ્ટિએ મોંઘા શહેરોની યાદીમાં પેરિસ-સિંગાપુરને બીજા સ્થાન પર,જ્યારે જ્યુરિચ-હોંગકોંગને ત્રીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે.આવું પહેલા પણ થતું રહ્યું છે,જ્યારે બે કે ત્રણ શહેરોને એક રેન્ક પર રાખવામાં આવ્યા હોય,પરંતુ ત્યારબાદ ક્રમાંક વધતો ગયો. જેમ કે આ વખતે તેલ અવીવ બાદ સીધા 6 નંબરે ન્યૂયોર્કનું નામ છે.ત્યરબાદ જિનેવા,લોસ એન્જિલિસ અને ઓસાકાનો સમાવેશ થાય છે.

વિશ્વમાં સૌથી મોંઘા શહેરો

(1) તેલ અવીવ,ઇઝરાયેલ
(2) પેરિસ,ફ્રાન્સ
(3) સિંગાપોર
(4) જ્યુરિક,સ્વીત્ઝરલેન્ડ
(5) હોંગકોંગ
(6) ન્યૂયોર્ક,અમેરિકા
(7) જીનેવા,સ્વીટ્ઝર્લેન્ડ
(8) કોપનહેગન,ડેનમાર્ક
(9) લોસ એન્જેલસ,અમેરિકા
(10) ઓસાકા,જાપાન

Share Now