36નો વર અને 81ની વહુ, કપલે સેક્સ લાઈફ અને લોકોની ટીકાઓ વિશે કર્યો ખુલાસો

217

81 વર્ષીય પેન્શનધારક આઈરિસ જોન્સ અને 36 વર્ષના મોહમ્મદ ઈબ્રાહિમનો પ્રેમ અવારનવાર ચર્ચામાં રહે છે.બ્રિટનનું આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યુ છે અને ઈન્ટરવ્યૂ માટે પહેલીવાર એકસાથે બ્રિટિશ ચેનલ આઈટીવીના સ્ટૂડિયોમાં પહોંચ્યું. ચેનલના પોપ્યુલર શો ધીસ મોર્નિંગમાં બંનેએ એજ ગેપ પર થયેલી ટીકાઓ,રીયૂનિયન અને સેક્સ લાઈફને લઈને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા.ઈજિપ્તનો મોહમ્મદ નવેમ્બર પહેલા પોતાની પત્ની આઈરિસથી અલગ રહેતો હતો.પરંતુ જ્યારે મોહમ્મદને વિઝા મળ્યા તો તેણે આઈરિસને મળવામાં જરા પણ મોડું ના કર્યું.

આઈરિસે જણાવ્યું કે, લોકડાઉન અને વિઝા ના મળવાને કારણે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.આઈરિસે કહ્યું, અમારા માટે આ રીતે જીવવુ મુશ્કેલ બની ગયુ હતું.ફોન પર વાત કરવી અથવા મેસેજ પર ગુડ મોર્નિંગ-ગુડ નાઈટ કહેવુ ખૂબ જ બોરિંગ થઈ ગયુ હતું.હું માત્ર એવુ જ વિચારતી રહેતી કે આખરે તે ક્યારે આવશે.આઈરિસે જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે તેના પતિને યુકે આવવાના વિઝા મળી ગયા છે,તો તેની આંખોમાંથી આંસુ આવી ગયા.તેણે કહ્યું, હું ટેસ્કોમાં હતી અને ઘર માટે ફળ-શાકભાજી ખરીદી રહી હતી.ત્યારે જ મને આ અંગે ખબર પડી.મારી આંખોમાં આંસુ આવી ગયા.હું પોતાના આંસુ રોકી શકતી નહોતી.ત્યારે ત્યાં હાજર એક આસિસ્ટન્ટે કહ્યું- શું તમારી તબિયત સારી છે? મેં જવાબ આપ્યો- હું ખૂબ ખુશ છું.

twitter.com

આ અંગે મોહમ્મદે કહ્યું, મને એવુ લાગ્યું કે હું હવામાં ઉડી રહ્યો છું.જ્યારે મને યુકે જવા અંગે સમાચાર મળ્યા તો હું એક સ્ટ્રીટમાં જોરજોરથી બૂમો પાડવા માંડ્યો.કેટલાક લોકો મને પાગલ સમજી રહ્યા હતા.આખરે હું મારી પત્નીને મળવાનો હતો. મોહમ્મદના યુકેમાં ઉતરતા જ બંને એરપોર્ટ પર જ એકબીજાને મળ્યા હતા.મોહમ્મદ અને આઈરિસની ઉંમરમાં આશરે 45 વર્ષનું અંતર છે.પોતાના એજ ગેપ રોમાન્સ પર કપલે ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડ્યો.તેને લઈને મોહમ્મદે કહ્યું કે, લોકોની પ્રતિક્રિયાઓ અને ટીકાઓના કારણે તે ખૂબ જ પ્રેશરનો અનુભવ કરી રહ્યો છે.જેમ કે કેટલાક લોકો આઈરિસની સાથે તેના રિલેશનને એક ઉદ્દેશ્ય ગણાવે છે.તેણે કહ્યું- હું સમજાવી નથી શકતો, પરંતુ અમે ખૂબ જ પ્રેશરમાં છીએ. હું નથી સમજાવી શકતો કે કેટલાક લોકો અમારા પર હુમલો કરે છે, શા માટે? હું કામ કરી રહ્યો છું.મારી પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી છે.હું આઈરિસની સાથે એટલા માટે નથી કારણ કે મને કંઈક જોઈએ છે હું એક ધનવાન વ્યક્તિ છું.કાએરોમાં મારી પાસે પોતાનો બંગલો પણ છે.

આઈરિસે નફરત કરનારાઓને લઈને કહ્યું, પ્રેમ બધાને જીતી લે છે.તેમણે કહ્યું કે, મોહમ્મદ ખૂબ જ સફાઈ પ્રિય છે.ઘરના ફર્શ પર તેણે અત્યારસુધી કંઈ ઢોળ્યું નથી.તે મને ચા પણ પીવડાવે છે.હવે અમે બંને અમારું પહેલું ક્રિસમસ સાથે એન્જોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.આઈરિસ કહે છે કે, તેને હજુ સુધી નથી ખબર કે તેમનો દીકરો,મિત્રો અથવા રિલેટીવ્ઝ તેમને ઈનવાઈટ કરશે કે નહીં.તેમને લાગી શકે છે કે કદાચ આ ક્રિસમસ અમે સાથે સેલિબ્રેટ કરવા માગીએ છીએ.મોહમ્મદે કહ્યું કે, તે હંમેશાં માટે આઈરિસની સાથે રહેવાનો પ્લાન બનાવે છે.

મોહમ્મદ સાથે પોતાની સેક્સ લાઈફને લઈને આઈરિસ ખૂબ જ ખુશ છે.આઈરિસ પોતાના સંબંધમાં લવ મેકિંગને પણ મહત્ત્વનો હિસ્સો માને છે.આઈરિસ કહે છે, મોહમ્મદ મને હંમેશાં સુંદર કહે છે, જ્યારે હું એવુ ફીલ નથી કરતી.અમે ઘણીવાર એકબીજાને પ્રેમથી કડલ પણ કરીએ છીએ.

આઈરિસ કહે છે કે, મોહમ્મદ હવે ખૂબ જ ફેમસ થઈ ગયો છે.બ્રિસ્ટલમાં એક ટેક્સી ડ્રાયવર અમને જોઈને ઓળખી ગયો હતો.આઈરિસે કહ્યું, જ્યારે પણ મને કોઈ પૂછે છે કે, તમને પ્રેમ કઈ રીતે મળ્યો? ત્યારે હું માત્ર એટલું જ કહું છું કે તમે પ્રેમને ના શોધો, પ્રેમ તમને સામેથી શોધતો આવશે.

આઈરિસે આ અગાઉ પણ એ વાતને ખોટી ગણાવી હતી કે મોહમ્મદે તેના પૈસા માટે તેની સાથે લગ્ન કર્યા છે.તેમણે કહ્યું હતું, મને ખબર છે કે લોકો વિચારે છે કે હું એક વૃદ્ધ મહિલા છું અને તે મારો ફાયદો ઉઠાવી રહ્યો છે.પરંતુ હું એટલી ધનવાન નથી.હું એવી મહિલા પણ નથી, જેને કોઈ મૂર્ખ બનાવી શકે.આ ઉપરાંત, તેણે ક્યારેય મારી પાસે પૈસા નથી માગ્યા.અમે ખર્ચા પણ 50/50 શેર કરીએ છીએ.મને એ ડર નથી કે વિઝા મળવા પર તે મને છોડી દેશે.હું મારા જીવનને લઈને તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું.

Share Now