– સૂત્રધારે ગે એપ થકી વાત કર્યા બાદ વાઘોડિયા બોલાવ્યો હતો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂ.૫૦ હજારની ખંડણી માગી હતી
વડોદરા : શહેર કોંગ્રેસના આગેવાન સાથે વાઘોડિયામાં સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય બાદ કુલ રૂ.૭૯ હજારની લંૂટ કરી ફરાર થયેલો શખસ ૬ મહિના બાદ ઝડપાયો હતો. આજે પેરોલ ફર્લોની ટીમે પંડયા બ્રિજ પાસેથી અક્ષય ગોહીલને પકડયો હતો.શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા કોંગ્રેસ આગેવાન સાથે ૬ મહિના અગાઉ વાઘોડિયામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું હતું.ત્રણ શખસોએ કોંગ્રેસ આગેવાનના અશ્લીલ ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો.આ ઉપરાંત ત્રણેયે રોકડા રૂ.૬ હજાર,સોનાની ચેઇન,મોબાઇલ ફોન અને ઇયર ફોન મળી કુલ રૂ.૭૯ હજારની લંૂટ કરી હતી.આ ઉપરાંત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બીજા રૂ.૫૦ હજારની માંગણી કરી હતી.આ ગુનામાં રાકેશ કનોજિયા અને અજય ઠાકોરને પોલીસે નર્મદપુરા ગામના પાટીયા પાસે ગત તા.૧૦ જુનના રોજ પકડયાં હતાં.
ગુનામાં સૂત્રધાર અક્ષય મહેન્દ્રભાઇ ગોહીલ (રહે.રાજદીપ ટેનામેન્ટ, આજવા રોડ) ૬ મહિનાથી ભાગતો ફરતો હતો.આજે અક્ષય પંડયા બ્રિજ પાસે આવવાનો હોવાની માહિતી મળતાં જિલ્લા પેરોલ ફર્લોની ટીમે અક્ષય ગોહિલને પંડયા બ્રિજ પાસેથી પકડી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અક્ષયે બ્લૂ ગે ક્લબહાઉસ ફોર એન્ડ્રોઇડ,ગે વીડિયો ચેટ એપ ડાઉનલોડ કરી હતી.આ એપ મારફતે અક્ષયે કોંગી આગેવાન સાથે ચેટ કરતો હતો.અક્ષયે કોંગ્રેસના આગેવાનને સ્થળ પર બોલાવ્યાં હતાં.પોલીસને તે સમયે અજયના ફોનમાંથી અન્ય વ્યક્તિઓની વીડિયો ક્લિપ મળી હતી.