
સુરતમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન પાંચમા દિવસે યથાવત્ છે.સંગીની,અરિહંત ગ્રુપ,ફાયનાન્સર,બ્રોકરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.દરોડાના છેલ્લા ચાર દિવસ દરમિયાન ડાયરીઓ અને ચિઠ્ઠીઓ ઉપરાંત 4 થી 5 થેલાં ભરીને લવાયેલાં લેપટોપ,હાર્ડ ડિસ્કમાં રૂપિયા 300 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે.દરોડાના છેલ્લા ચાર દિવસ દરમિયાન ડાયરીઓ અને ચિઠ્ઠીઓ ઉપરાંત 4થી 5 થેલાં ભરીને લવાયેલાં લેપટોપ,હાર્ડ ડિસ્કમાં રૂપિયા 300 કરોડથી વધુના બેનામી વ્યવહારો હોવાનું આઇટીના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.અલબત્ત, મોટાભાગના વ્યવહારોનું વેરિફિકેશન હજી બાકી હોય આ આંકડો હજુ પણ વધી શકે એવી સંભાવના છે.
શુક્વારે સવારથી આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સંગીની,અરિહંત ગ્રુપ ઉપરાંત અશેષ દોશી,નરેન્દ્ર,તારાચંદ ખુરાના,કિરણ,મહેન્દ્ર મહેતા વગેરેને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જણાવી દઈએ કે સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી સંગીની અને અરિહંત ગ્રુપના ભાગીદારો અને તેઓ સાથે સંકળાયેલા ઈન્વેસ્ટરોને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે.શુક્રવાર વહેલી સવારથી સુરતના પીપલોદ-વેસુ અને અઠવા લાઈન્સ સહિત અલગ અલગ 40 જેટલા ઠેકાણે અમદાવાદ અને સુરતના ઈન્કમ ટેક્સના અધિકારીઓની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અરિહંત ગ્રુપના જ્વલર્સના ધંધા પર પણ ITની નજર
અધિકારીઓએ ક્હ્યું કે મહાવીર જૈનના અરિહંત ગ્રુપ પરના જ્વેલર્સના ધંધાને આમ તો દરોડામાં પહેલા દિવસે સામેલ કરાયા ન હતો પરંતુુ પાછળથી તેના હિસાબો પણ ચકાસ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.અલબત્ત, હજી કોઈ બેહિસાબી વ્યવહારની જાહેરાત આઇટીએ કરી નથી.આવકવેરા વિભાગના દરોડાના પહેલાં દિવસે કુલ 40 પ્રિમાઇસીસ પર તપાસ કરવામાં આવી હતી.જો કે, ચોથા દિવસે આ તપાસ પાંચ પર સિમિત થઈ ગઈ હતી અને દરોડા વધુ એક દિવસ ચાલે એવી સંભાવના જોવાઈ રહી છે, એવું આઇટી વિભાગના સૂત્રોનું કહેવું છે.