પાકિસ્તાનના હિન્દુ દંપતિએ પોતાના બાળકનુ નામ રાખ્યુ ‘બોર્ડર’

196

નવી દિલ્હી,તા.7.ડિસેમ્બર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા એક હિન્દુ દંપતિએ પોતાના બાળકના રાખેલા નામની આજકાલ ભારે ચર્ચા થઈ રહી છે.પંજાબ પ્રાંતમાં રહેતા બલમ રામ અને નિંબુ બાઈ નામના દંપતિએ પોતાના બાળકનુ નામ બોર્ડર રાખ્યુ છે.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીજા કેટલાક પાકિસ્તાની નાગરિકો સાથે અટારી-વાઘા બોર્ડર પર જ રહી રહ્યા છે.તેઓ પાકિસ્તાનથી ભારત તિર્થ યાત્રા માટે આવ્યા હતા.તેમના પાકિસ્તાન પાછા જવુ છે પણ કેટલાક દસ્તાવેજોના અભાવે તેઓ પાછા જઈ શકે તેવી સ્થિતિમાં નથી.છેલ્લા કેટલાક દિવસોથી અટારી-વાઘા બોર્ડર પર આંતરરાષ્ટ્રીય ચેક પોસ્ટ પાસે બલમ રામ અને નિંબુ બાઈ તેમજ બીજા નાગરિકો ટેન્ટ લગાવીને રહી રહ્યા છે.

2 ડિસેમ્બરે નિંબુ બાઈને પ્રસુતિની પીડા ઉપડી ત્યારે આસપાસના સ્થાનિક લોકોની મદદથી તેમની ડિલિવરી કરવામાં આવી હતી.ભારત-પાક સીમા પર જ બાળકનો જન્મ થયો હોવાથી માતા પિતાએ હવે તેને બોર્ડર નામ આપી દીધુ છે.અહીંયા રહેતા 97 લોકોમાંથી 47 બાળકો છે અને આ પૈકીના 6 બાળકોનો જન્મ ભારતની ધરપતી પર જ થયો છે.આ જ રીતે અન્ય એક નાગરિકે પોતાના બાળકનુ નામ ભરત રાખ્યુ છે.આ નાગરિક પણ ભારત આવ્યા બાદ પાકિસ્તાન પાછા જઈ શક્યા નથી.સ્થાનિક લોકો આ પાક નાગરિકોને ખાવા-પીવાની મદદ કરી રહ્યા છે.

Share Now