સુરતમાં મોંઘવારીના મુદ્દાને લઈને કોંગ્રેસ હવે એક્શનમાં,લિંબાયતમાં રજૂઆત કરવા ગયેલા કોંગીજનોએ MLAની ગેરહાજરીમાં ઓફિસ પર આવેદનપત્ર લગાડ્યું

200
  • લિંબાયત વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારી મુદ્દે આવેદનપત્ર                                 દેશમાં સતત વધતી મોંઘવારીને લઈને હવે રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઇ રહી છે.આજે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ધરખમ વધારો નોંધાયો છે.જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની કમર આર્થિક રીતે તૂટી ગઈ છે. લિંબાયત વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીને લઈને રજૂઆત કરવા પોહોચ્યાં હતા. સ્થાનિક ધારાસભ્યને કોંગ્રેસના નેતાઓ દ્વારા રજૂઆત કરવા પહોંચ્યા હતાં.પરંતુ તેઓ હાજર ન હતા
  • ધારાસભ્યની ઓફિસે પહોંચેલા                                                                                                   લિંબાયત વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલને રજૂઆત કરવા માટેનો સમય ગઈકાલે માંગવી લેવામાં આવ્યો હતો.સંગીતા પાટીલ દ્વારા અગિયાર વાગ્યાનો સમય કોંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તા 11 વાગ્યે જ્યારે સંગીતા પાટીલના ઓફિસે પહોંચ્યાં ત્યારે તેઓ હાજર રહ્યા ન હતા,અને તેમની ઓફિસના સ્ટાફને 10 મિનિટમાં આવશે એવું કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં રોકાયા હતા.પરંતુ ત્યાર બાદ પણ તેઓ ઓફિસે પહોંચ્યાં ન હતાં.
Share Now