વિવાદાસ્પદ કોમેડિયન ફારુખીનો શો યોજવા કોંગી નેતા દિગ્વિજયસિંહ તૈયાર, આવી શરત મુકી

416

નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021 : હિન્દુ ધર્મ પર બેફામ ટિપ્પણીઓ કરનારા કોમેડિયન કુણાલ કામરા અને મુનવ્વર ફારુકીના અલગ અલગ શહેરોમાં શો રદ કરવામાં આવી રહ્યા છે.હવે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે તેમને ભોપાલમાં શો કરવા માટે આમંત્રણ આપ્યુ છે.દિગ્વિજયસિંહે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, કુણાલ કામરા અને ફારુકીના શોનુ ભોપાલમાં હું આયોજન કરીશ.તમામ જવાબદારી મારી હશે પણ શરત એક છે કે તેમણે મારા પર જ કોમેડી કરવાની રહેશે.તેના પર તો હવે સંઘીઓ(આરએસએસના કાર્યકરો)ને વાંધો નહીં હોય.તમે ડરો નહીં અને ખાલી તારીખ કહો.હું આયોજન કરીશ.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં કોમેડિયન ફારુખીને જામીન તો મળી ગયા છે પણ અલગ અલગ શહેરોમાં તેના શો રદ થઈ રહ્યા છે ત્યારે હવે કોંગી નેતા તેમના સમર્થનમાં આવ્યા છે.

Share Now