– કરીના તથા અમૃતા સુપર સ્પ્રેડર હોવાની શક્યતા, BMCએ કોન્ટેક્ટ ટ્રેસિંગ ને ટેસ્ટિંગ શરૂ કર્યા.
ભારતમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તથા અમૃતા અરોરા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કરીના તથા અમૃતા અરોરા બેસ્ટ ફ્રેન્ડ્સ છે.હાલમાં બંને સાથે પાર્ટી એન્જોય કરતાં જોવા મળ્યા હતા.
અમૃતા-કરીના સુપરસ્પ્રેડર હોવાની શક્યતા
BMCના અધિકારીના જણાવ્યા પ્રમાણે,કરીના તથા અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની શક્યતા છે,કારણ કે બંને એક્ટ્રેસે છેલ્લાં થોડાં દિવસથી બોલિવૂડની ઘણી પાર્ટી એટેન્ડ કરી હતી.BMCએ કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ શરૂ કર્યું છે અને તેમાંથી કેટલાંક સેલેબ્સના રિપોર્ટ આજે (13 ડિસેમ્બર) આવી શકે છે.
સંપર્કમાં આવનારા તમામના ટેસ્ટ થયા
કરીના તથા અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ બોલિવૂડ સેલેબ્સે ચિંતામાં મૂકાઈ ગયા છે.કરીના તથા અમૃતાના સંપર્કમાં આવનારા તમામ લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ BMC (બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આપ્યા છે. BMCએ તમામ લોકોને ટ્રેક કરી રહ્યા છે,જે છેલ્લાં કેટલાંક સમયથી કરીના-અમૃતા સાથે પાર્ટીમાં હતાં. BMCના સાઉથ ઝોનના અધિકારીએ કરીના-અમૃતાને કોરોના થયો હોવાની વાત કન્ફર્મ કરી હતી.