ઓમિક્રોન બનશે જીવલેણ? : બ્રિટનમાં 75,000 મોતની શક્યતા, UKના રિસર્ચ રિપોર્ટમાં ભયાનક બરબાદીની આશંકાઓ વ્યક્ત કરાઈ

503

કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોને આખી દુનિયામાં ચિંતા વધારી છે.આખી દુનિયાના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે કોવિડનો આ નવો વેરિયન્ટ દુનિયામાં ફરી એકવાર મહામારીને ગંભીર બનાવી શકે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં નાખી દીધો છે.નવા વેરિયન્ટ વિશે હવે UKના વૈજ્ઞાનિકોનો એક નવો રિપોર્ટ આવ્યો છે,જે ચોંકાવનારો છે.

યુકેના આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો પહેલેથી સુરક્ષાનાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એપ્રિલ 2022 સુધીમાં યુકેમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટને કારણે 25 હજારથી 75 હજાર લોકોનાં મોત થઈ શકે છે.આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) અને દક્ષિણ આફ્રિકાના સ્ટેલનબોશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું હતું કે ઓમિક્રોન,ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હોસ્પિટલમાં વધશે દર્દીઓની સંખ્યા

આ નવા રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે જો લોકોને સામાજિક રીતે ભેગા થવામાં પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો જાન્યુઆરી 2022માં કોરોના વાઇરસનો આ નવો વેરિયન્ટ બ્રિટનમાં એક મોટી લહેર બની શકે છે.LSHTMના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે એ જોતાં લાગે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં ઘણા દર્દીઓને દાખલ કરવા પડશે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડમાં Omicron B.1.1.1.529 વેરિયન્ટને કારણે SARS-CoV2 ઝડપથી ફેલાઈ રહ્યો છે.જો કડક પગલાં લેવામાં નહીં આવે તો કેસની સંખ્યા વધી શકે છે.હાલ યુકે અને ડેનમાર્કમાં ઓમિક્રોનના વધુ કેસ નોંધાઈ રહ્યા છે.જોકે હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે ઓમિક્રોનને કારણે ગંભીર બીમારી થઈ શકે છે અને એ જીવલેણ છે.અત્યારસુધીના દરેક ડેટા પ્રમાણે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણો પણ સામાન્ય છે.ભારતમાં પણ મોટાં શહેરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે.દેશમાં અત્યારસુધી ઓમિક્રોનના કુલ 38 કેસ નોંધાયા છે.

  • કુલ કેસ 1200 કરતાં વધુ થયા

    આ નવું રિસર્ચ એવા સમયે બહાર આવ્યું છે,જ્યારે બ્રિટનમાં ઓમિક્રોનના 448 નવા કેસ સામે આવ્યા છે. આમ,હવે દેશમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલા કુલ કેસની સંખ્યા 1265 થઈ ગઈ છે.રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ઓમિક્રોનના નવા કેસની સંખ્યા ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધારે થઈ શકે છે.

  • Share Now