- ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ અવાર-નવાર ચર્ચામાં આવી રહ્યો છે. સૌથી પહેલા કેપ્ટનશિપ મુદ્દે અને પછી હવે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા ટેસ્ટ સ્ક્વોડમાંથી બહાર થઈ જવાની ઘટનાએ મેનેજમેન્ટ સહિત ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે. ઓછામાં પુરૂ હવે વિરાટ કોહલીએ વનડે સિરીઝમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. હવે તેવામાં રોહિત શર્મા જો ઈન્જરીમાંથી રિકવર ના થયો તો ટીમને કોણ લીડ કરશે? વળી 2 અનુભવી બેટર અને લીડરની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા વિદેશમાં કેવું પ્રદર્શન કરશે તે જોવાજેવું રહેશે.